________________ ને સ્થાપના રૂપે તો સમજાય એવું છે, દર્શનાદિ દ્રવ્ય રૂપે એટલે ભાવદર્શનાદિના કારણરૂપે સમજવાના છે. આપણે મુખ્ય કામ છે ભાવદર્શનાદિનું; કેમકે એ શુદ્ધ ધર્મ તરીકે બની સંસારનો ઉચ્છેદ કરનારા છે. એ ભાવદર્શનાદિ લાવવા માટે દર્શનાદિના ભાવ કેળવવા પડશે. ભાવદર્શન માટે દર્શનનો ભાવ લાવો, ભાવજ્ઞાન માટે જ્ઞાનનો ભાવ લાવો, તથા ભાવ ચારિત્રને માટે ચારિત્રનો ભાવ લાવો. ભાવદર્શન એટલે દર્શનનું મુખ્ય અસલી સ્વરૂપ. શું છે ? એ જ કે સર્વશે કહેલા તત્ત્વનું યથાર્થ દર્શન થયું હોય, એ તત્ત્વો પ્રત્યે આત્મામાં તે તે તત્ત્વને યોગ્ય પરિણતિ થઈ હોય. આવું ભાવદર્શન પ્રગટાવવા માટે દર્શનનો ભાવ લાવવો એટલે જીવાજીવાદિ નવ તત્ત્વને જ્ઞાનીએ જેવા સ્વરૂપવાળા કહ્યા છે, તેની પ્રત્યે તે સ્વરૂપને મળતી લાગણી ધરવી. જીવ-અજીવ એ શેય જાતના તત્ત્વ છે, ઉદાસીનતા રાખવા યોગ્ય તત્ત્વ છે. તો આત્મામાં એને યોગ્ય પરિણતિ થઈ હોય. ઉદાસીનતાને યોગ્યભાવ : હૈયે સચોટ વસી ગયું હોય કે જીવ-અજીવ પ્રત્યે રાગદ્વેષ કરવા જેવા નથી, પણ ઉદાસીન ભાવ જ રાખવા જેવો છે. કોઈ જીવો મને ગમે તેવા દુન્યવી સુખ દેનારા દેખાતા હોય, નેહી સંબંધી હોય, તોય એ રાગના વિષય બનાવવા જેવા નથી; તેમ કોઈ જીવો મને ગમે તેવાં દુઃખ દેનારા દેખાતા હોય, દુશ્મન જેવા લાગતા હોય, તોય એ દ્વેષનો વિષય, અરુચિ-ઇતરાજીનો વિષય બનાવવા જેવા નહિ.' અર્થાત જીવો પર રાગદ્વેષ કરવા યોગ્ય નહિ. એમજ સુખદ કે દુ:ખદ જડ પદાર્થો પણ રાગ કે દ્વેષથી નિરખવા યોગ્ય નથી. એ બધા જ જીવ અને જડ પ્રત્યે ઉદાસીન વૃત્તિ જ રાખવી જરૂરી છે. મારું હૃદય માનતું હોય કે “તમે બધા જીવ અને જડ મારા સુખ-દુઃખના કરનાર નથી, મારા ઉપકારી અપકારી નથી. મારું કાંઈ બગડે તો એ મારા રાગદ્વેષ બગાડે છે, મારું સુધરે તો એ મારા દેવ-ગુરુ-ધર્મના પ્રતાપે સુધરે છે. ઉપાધિ થી સમાધિ તરફ 105