________________ સંબંધો વિચિત્ર વિચિત્ર થયા કરે છે, આત્મા એકલો જન્મ-મરે છે, એકલો કર્મ કરે- ભોગવે છે..વગેરે વગેરે ભાવનાઓ, તેમજ મૈત્રીકરુણા આદિ ભાવનાઓ ભાવતા રહો. તત્ત્વદષ્ટિ કેળવતા રહો, અધ્યાત્મના શાસ્ત્રોનું શ્રવણ-મનન કરતા રહો, પ્રભુભક્તિ-સાધુસેવાધર્મસાધનાઓને જીવનનું મુખ્ય કાર્ય બનાવ્યા કરો. આવું બધું થાય તો એના સુસંસ્કારો જે પડશે એ કેટલાય જન્મ સુધી અને યાવત્ મોક્ષ પામવા સુધી સાથે રહેશે, ને એ ઉત્તરોત્તર ઊંચી ઊંચી સામગ્રી-સગતિ આપવા સાથે સંપુરુષાર્થ કરાવ્યા કરશે. આ જો ન આવડ્યું તો જીવન છે એટલે કાંઈ ને કાંઈ વિચાર, વાણી, વર્તાવ રહેવાના; એ સારા નથી આવડતા માટે અધમ ચાલ્યા કરવાના; ને કુસંસ્કારો એથી પુષ્ટ બન્યા કરવાના. પછી આનું દીર્ઘ પરિણામ શું? એ જ કે એ લોથ ઊંચકીને દુર્ગતિના પંથે પડી જવાનું ! એમાં દુઃખો ભોગવ્યા કરવાનું ને હિંસાદિ પાપો કર્યા કરવાનું બનશે ! દુઃખના અનુબંધ ચાલ્યા કરશે ! આ બધું વિષય-કષાયરૂપી બાહ્ય-આંતર સંસારના કારણે જ ને ? માટે કહ્યું કે સંસાર દુઃખાનુબંધી પણ છે. આ દુઃખાનુબંધિતાના હિસાબે જ મોટા તીર્થકરના જીવ જેવાને દા.ત. મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિને ચારિત્ર પામ્યા છતાં સંસારની આકાંક્ષા કરવાના પ્રતાપે ભવસાગરમાં બહુ ભમવાનું થયું. જીવમાત્રની ધર્મક્રિયાઓ અનંતીવાર સંસાર-લાલસાને લીધે જ નિષ્ફળ ગઈ, મોક્ષની અવસ્થા તરફ પગલા માંડનારી ન થઈ ! શું મિથ્યાધર્મની ઓળખ એ નિંદા : પંચસૂત્રકાર કહે છે કે સંસાર આવો દુ:ખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી અનંતાનંત કાળથી ચાલ્યો આવે છે, છતાં એનો પણ શુદ્ધ ધર્મથી અંત આવી શકે છે. અહીં “ધર્મમાં શુદ્ધ એવું વિશેષણ લગાડ્યું, શું કારણ? એજ કે જગતમાં સોનું, મોતી, હીરા વગેરે કિંમતી વસ્તુની 102 ઉપાધિ થી સમાધિ તરફ