________________ છે ! બસ એવો આ જડસંયોગ છે. આધિ-વ્યાધિ-ઉપાધિ એ જડ વિષયોના માર્ગે વહેનારા છે, એટલે એ ય શાંતિ, સ્વસ્થતા કે ઠંડક ક્યાંથી આપે ? ત્યારે, સમ્યગ્દર્શન વગેરે આત્માના માર્ગે વહનારા છે, ને જડની ફસામણમાંથી આત્માને છોડાવતા આવે છે; એટલે સહજ છે કે એ જડગામી આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રાસ-તાપમાંથી મુક્ત કરે જ. જડનાં ને આત્માનાં સગાં : આ સાયન્સ, આ વિજ્ઞાન બરાબર ઊંડા વિચારપૂર્વક લક્ષમાં ઉતારવાની જરૂર છે. જડના તરફ જેટલા તમે વહી જાઓ એટલા સરવાળે સંકટસંતાપમાં ઉતરશો, અને આત્મા તરફ જેટલા ચાલ્યા આવો એટલા શાંતિ, ઠંડક અને ફુર્તિ તરફ ચાલ્યા આવશો. બીજા શબ્દમાં કહીએ તો, આધિ-વ્યાધિ-ઉપાધિની ફસામણ સંકટ-સંતાપ આપે છે, ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો સત્સંગ શાંતિ, સ્ફર્તિ અને ઠંડક અર્પે છે. કેમકે આધિ વગેરે, એ જડના સાગ્રીત છે, અને સમ્યગ્દર્શનાદિ એ આત્માના સગાં છે. આત્મા જડથી અલિપ્ત હોત તો કોઈ પંચાતી નહોતી, પરંતુ આ તો જડના ગાઢ સંપર્કમાં છે, માટે જડનાં તોફાને એને સહવું પડે છે. સારા ઘરનો પણ છોકરો જો જુગારી વગેરે વ્યસનીઓના સંગમાં ભળે છે, તો એ તોફાનીઓના યોગે એને સહવું પડે છે. એવું જડના છંદે ચઢવામાં સમજવાનું છે; અહીં જડનાં તોફાન આધિ-વ્યાધિઉપાધિ છે, એ પારાવાર મુશીબતો અને બળતરા ઊભી કરે છે. પેલા છોકરાને પોતાના ઘર તરફ વાળનાર સમજુપણું, શિખામણ અને શરાફી વેપાર વગેરે સારી ચાલ છે, એમ અહીં આત્માને આત્મ-ઘર તરફ વાળનાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. સમ્યગ્દર્શન એટલે સમજુપણું, સમ્યજ્ઞાન એટલે શિખામણ અને સમ્યક્રચારિત્ર એટલે સારી ચાલ. માટે એ જ આધિ-વ્યાધિ-ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપને મિટાવનાર છે. ઉપાધિ થી સમાધિ તરફ