________________ (D) વૃદ્ધિ-હાનિ પ્રતિભાસ - રાહુના વિમાનના ધ્રુવરાહુ-પર્વરાહુ બે - ભેદ છે તેનાથી સુદ-વદપક્ષ તથા ગ્રહણ થાય છે. ચંદ્ર વિમાનના 62 ભાગ કલ્પવાના. યુવરાહુનું વિમાન જે ચંદ્રની નજીક (4 અંગુલ દૂર) રહે છે તે, અત્યંત કાળુ છે, અને રોજના ચંદ્રના 4 ભાગને આવરે છે, : 15 x 4 = 60 ભાગ આવરાય છે અને 2 ભાગ ખુલ્લા રહે છે તે ખુલવા-ઢંકાવાથી ક્રમશઃ શુક્લ-કૃષ્ણ પક્ષ થાય છે. પ્રશ્ન : રાહુનું વિમાન ગ્રાન્તર્ગત છે, માટે તે રેયો. થાય તો : યો. પ્રમાણવાળુ ચંદ્રનું બિંબ તેનાથી શી રીતે આવરીત થાય (ઢંકાયો ? ઉત્તર : ગ્રહના વિમાનોનુંરે યો. નું માપ પ્રાયિક છે માટે કદાચિત્ રાહુનું વિમાન તે માપ કરતા મોટું હોઇ શકે છે, તો કોઇક કહે છે કે રાહુના વિમાનમાંથી અતિકૃષ્ણ આભા પ્રસરતી હોવાથી રાહુનું વિમાન ચંદ્રના મોટા વિમાનને આવરીત કરી શકે છે, તો કોઇક કહે છે કે ચંદ્રની આગળ (નીચે) હોવાથી નાનું હોવા છતાં દૂર તથા નીચે રહેતા જીવોને ચંદ્રનું બિંબ રાહુથી ગ્રસિત થયેલું દેખાય છે. ચંદ્રના વિમાનના ૬ર ભાગ કલ્પવાના, 2 ભાગ ક્યારેય આવરાવાના નથી, બાકી રહેલા 60 ભાગ માટે નીચે મુજબ રાહુ આવરવાનું કરશે. જીવાભિગમવૃત્તિ : રાહુનું વિમાન 15 વિભાગો (દિવસો) વડે પોતાના વિમાનના ૧૫માં ભાગ દ્વારા ચંદ્રના વિમાનના ૧૫માં ભાગને આવરે છે, અને એજ રીતે ક્રમશઃ 15 વિભાગો (દિવસો) વડે પોતાના વિમાનના 15 માં ભાગ દ્વારા ચંદ્રના વિમાનના 15 ભાગોને ક્રમશઃ મુક્ત કરે છે માટે કૃષ્ણ પક્ષ-શુક્લ પક્ષ અથવા વદ પક્ષ-સુદ પક્ષ થાય છે. સમવાયાંગવૃત્તિ ચંદ્ર વિમાનના 931 અંશ (ભાગ) કલ્પવાના તેમાંથી 1 ભાગ ક્યારેય આવરીત ન થાય. 15 દિવસ દરમ્યાન રાહુનું વિમાન ક્રમશ: ચંદ્રના 62-62 ભાગને એમ કુલ 930 ભાગને આવરશે અને તેજ રીતે મુક્ત કરશે. સૂર્યપ્રજ્ઞપ્તિ તથા જ્યોતિષ કરંડક : ચંદ્ર વિમાનના 16 ભાગ કલ્પી ક્રમશ: 15 દિવસમાં રાહુ વડે 1-1 ભાગ આવરીત થશે અને મુક્ત થશે અને 1 ભાગ સદા માટે મુક્ત જ રહેશે. આમ, ચંદ્રના ભાગની પરિકલ્પનામાં મતાંતર હોવા છતા ચંદ્રનો કંઇક ભાગ તો સદાય માટે ખુલ્લો જ હોય છે તેમ સર્વ શાસ્ત્રો જણાવે છે. તથા 9 રાહુના વિમાનની ગતિ 15 દિવસ શીવ્ર હોય છે, જ્યારે 15 દિવસ ચંદ્રની ગતિ વધુ