________________ પરિશિષ્ટ 6 175 રત્નનો ગઢ રચે છે. જ્યોતિષદેવો બીજો સોનાનો ગઢ રચે છે. ભવનપતિદેવો ત્રીજો ચાંદીનો ગઢ રચે છે. (24) માખણ જેવા કોમળ, સોનાના નવ કમળો રચે છે. તેમાં બે કમળો ઉપર પ્રભુ પગ મૂકીને ચાલે છે, બાકીના 7 કમળો પાછળ હોય છે. પ્રભુ પગ મૂકે ત્યારે છેલ્લું કમળ પ્રભુની આગળ આવીને પ્રભુના પગ નીચે ગોઠવાઈ જાય. (25) જ્યાં જ્યાં પ્રભુ વિચરે ત્યાં ત્યાં કાંટા ઊંધા થઈ જાય. (26) પ્રભુના વાળ, રોમ અને નખ વધતા નથી, અવસ્થિત રહે છે. (27) પાંચે ઇન્દ્રિયોના વિષયો મનને પ્રીતિ કરનારા થાય છે. (28) છએ ઋતુઓ અનુકૂળ થાય છે. (29) જ્યાં પ્રભુ સ્થિર રહે છે ત્યાં ધૂળને શાંત કરવા સુગંધી પાણીની વૃષ્ટિ કરે છે. (30) પાંચ રંગના પુષ્પોની વૃષ્ટિ કરે છે. (31) પક્ષીઓ પ્રભુને પ્રદક્ષિણા આપે છે. (32) એક યોજન સુધીના ક્ષેત્રને શુદ્ધ કરનારો, સુગંધી, ઠંડો અને સુખકારી પવન વાય છે. (33) જયાં પ્રભુ જાય ત્યાં વૃક્ષો પ્રભુને નમે છે. (34) જ્યાં પ્રભુ જાય ત્યાં દુંદુભિ વાગે છે. ઉપર બતાવેલા અતિશયો અને સમવાયાંગમાં બતાવેલા અતિશયોમાં થોડો મતાંતર છે.