________________ 16 મોહનીયના સંક્રમસ્થાનો (7) ૨૦નું - (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદ ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના ૨૦નો સંક્રમ થાય. (ii) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયનું અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન થાય. તેથી તેને દર્શન 7 અને સંજવલન લોભ વિના ૨૦નો સંક્રમ થાય. (8) ૧૯નું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં નપુંસકવેદ ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ અને નપુંસકવેદ વિના ૧૯નો સંક્રમ થાય. (9) ૧૮નું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદ ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ, નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના ૧૮નો સંક્રમ થાય. (10) ૧૪નું - (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં હાસ્ય 6 ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને હાસ્ય 6 વિના ૧૪નો સંક્રમ થાય. (11) ૧૩નું - (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદ ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, વેદ 3 અને હાસ્ય 6 વિના ૧૩નો સંક્રમ થાય. (ii) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં 8 કષાયોનો ક્ષય