________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 225 શેષ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ રસસંક્રમ સર્વઘાતી અને સર્વોત્કૃષ્ટ 4 ઠાણિયા રસનો છે. સમ્યક્વમોહનીય, પુરુષવેદ અને સંજવલન ૪માં જઘન્ય રસસંક્રમ દેશઘાતી અને 1 પ્રાણિયા રસનો છે. શેષ પ્રકૃતિઓમાં જઘન્ય રસસંક્રમ સર્વઘાતી અને 2 ઠાણિયા રસનો છે. (48) अजहण्णो तिण्ह तिहा, मोहस्स चउव्विहो अहाउस्स / एवमणुक्कोसो सेसिगाण, तिविहो अणुक्कोसो // 49 // જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય - આ ત્રણ પ્રકૃતિઓનો અજઘન્ય રસસંક્રમ અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારનો છે. મોહનીયનો અજઘન્ય રસસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારનો છે. આયુષ્યનો અનુત્કૃષ્ટ રસસંક્રમ એ પ્રમાણે (સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારનો) છે. શેષ પ્રકૃતિનો અનુત્કૃષ્ટ રસસંક્રમ અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારનો છે. (49) सेसा मूलप्पगइसु, दुविहा अह उत्तरासु अजहन्नो / सत्तरसह चऊद्धा, तिविकप्पो सोलसण्हं तु // 50 // મૂળપ્રકૃતિઓના શેષ વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારના છે. ઉત્તરપ્રકૃતિઓમાં 17 પ્રકૃતિઓ (અનંતાનુબંધી 4, સંજવલન 4, નોકષાય 9) નો અજઘન્ય રસસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારનો છે. 16 પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ 5, થિણદ્ધિ 3 સિવાય દર્શનાવરણ 6, અંતરાય ૫)નો અજઘન્ય રસસંક્રમ અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ત્રણ પ્રકારનો છે. (50)