SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાઘાત સ્થિતિઅપવર્તના 195 ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ - (20 આવલિકા + 1 સમય) (i) વ્યાઘાત સ્થિતિઅપવર્તના - સ્થિતિઘાત વખતે થતી સ્થિતિઅપવર્તના તે વ્યાઘાત સ્થિતિઅપવર્તના છે. ઘાયમાન સ્થિતિખંડની ચરમ સ્થિતિના દલિકોની સ્થિતિઓને તે સ્થિતિખંડને ઓળંગી નીચેની સ્થિતિઓમાં નાંખે. ઘાયમાન સ્થિતિખંડમાં દલિકો ન નાંખે. સ્થિતિખંડ કંડક પ્રમાણ હોય છે. તેથી અતીત્થાપના કંડક - 1 સમય પ્રમાણ છે. ઘાયમાન સ્થિતિખંડની દ્વિચરમસ્થિતિના દલિકોની સ્થિતિઓ કંડક - 2 સમય પ્રમાણ અતીત્થાપના ઓળંગી નીચેની સ્થિતિમાં નાંખે. એમ ઘાયમાન સ્થિતિખંડની પૂર્વ પૂર્વની સ્થિતિના દલિકોની સ્થિતિઓ માટે અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ થાય ત્યાં સુધી અતીત્થાપના 1-1 સમય પ્રમાણ ઘટે અને નિક્ષેપ સમાન રહે. ઘાટ્યમાન સ્થિતિખંડની આવલિકા પ્રમાણ સ્થિતિની ઉપરની સ્થિતિના દલિકોની સ્થિતિઓ 1 આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી નીચેની સ્થિતિઓમાં નાંખે. તેની નીચેની સ્થિતિઓના દલિકોની સ્થિતિઓ માટે અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ રહે અને નિક્ષેપમાં 11 સમય ઘટે. એમ ઘાયમાન સ્થિતિખંડની પ્રથમ સ્થિતિ સુધી જાણવું. કંડક જઘન્યથી પલ્યોપમ પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટથી A 2 આવલિકા = બંધાવલિકા + અતીત્થાપનાવલિકા 0 કષાયમામૃતાચૂર્ણિમા સ્થિતિસંક્રમ અધિકારમાં પાના નં. 1043 ઉપર કહ્યું છે કે, ‘સ્થિતિઘાતના પ્રથમ સમયથી હિચરમ સમય સુધી અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ છે. સ્થિતિઘાતના ચરમ સમયે અતીત્થાપના સમય ન્યૂન કંડક પ્રમાણ છે.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy