________________ 144 જઘન્ય રસસંક્રમના સ્વામી જઘન્ય રસસંક્રમના સ્વામી - ક્ષપકશ્રેણિમાં અંતરકરણ ન કરે ત્યાં સુધી બધી દેશઘાતી અને સર્વઘાતી પ્રકૃતિઓની રસસત્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની રસસત્તા કરતા અનંતગુણ છે. અંતરકરણ કર્યા પછી તેમની રસસત્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની રસસત્તા કરતા અનંતગુણહીન થાય છે. શેષ અઘાતી અશુભ 30 પ્રકૃતિઓ (અસાતા, પહેલા સંઘયણ સિવાયના 5 સંઘયણ, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, અશુભ વર્ણાદિ 9, કુખગતિ, ઉપઘાત, અપર્યાપ્ત, અસ્થિર 6, નીચગોત્ર)ની કેવળીને રસસત્તા અસંજ્ઞી પંચેન્દ્રિયની રસસત્તા કરતા રસસંક્રમ ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી હોય છે. શેષ અશુભ અઘાતી 30 પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ જેણે સત્તામાં રહેલ રસને હણ્યો હોય એવા સૂક્ષ્મ એકેન્દ્રિયને હોય. સાતા, દેવ રે, મનુષ્ય 2, પંચેન્દ્રિયજાતિ, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન, ઔદારિક 7, વૈક્રિય 7, આહારક 7, તૈજસ 7, શુભ વર્ણાદિ 11, સુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિન, આતપ, ઉદ્યોત, ત્રસ 10, ઉચ્ચગોત્ર = 66 શુભ અઘાતી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટથી 132 સાગરોપમ સુધી ઘાત ન કરે. ક્ષપકશ્રેણિ વિના સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ રસનો ઘાત ન કરે. મિથ્યાષ્ટિ અંતર્મુહૂર્ત પછી બધી શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો સંક્લેશથી અને અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો વિશુદ્ધિથી વાત કરે છે. આટલી બાબતોનું ધ્યાન રાખી જઘન્ય રસસંક્રમના સ્વામી જાણવા.