________________ 116 ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી જઘન્ય સ્થિતિસંક્રમ, અજઘન્ય સ્થિતિસંક્રમ, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સાદિ-અદ્ભવ છે. (6) સ્વામિત્વ - ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી - (1) મિથ્યાત્વમોહનીય સિવાય બંધોત્કૃષ્ટ પ્રકૃતિ 96 - ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારા દેવ-નારક-મનુષ્ય-તિર્યંચને બંધાવલિકા વીત્યા બાદ. (2) મિથ્યાત્વમોહનીય - મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત ૧લા ગુણઠાણે રહી લાયોપથમિક સમ્યક્ત પામેલા જીવો. (3) સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય - મિથ્યાત્વમોહનીયના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ દ્વારા અંતર્મુહૂર્ત ન્યૂન 70 કોડાકોડી સાગરોપમની સમ્યક્વમોહનીય-મિશ્રમોહનીયની સ્થિતિવાળાને સંક્રમાવલિકા વીત્યા બાદ. (4) શેષ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ 59 - બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમોત્કૃષ્ટ પ૯ પ્રકૃતિમાં સંક્રમાવનાર દેવ-નારક-મનુષ્યતિર્યંચને સંક્રમાવલિકા વીત્યા બાદ. જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી - (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 :૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે. (2) નિદ્રા 2 - 12 મા ગુણઠાણાની ર આવલિકા + આવલિકા અસંખ્ય શેષ હોય ત્યારે.