SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 2 6 30 નીવિયાતા નીવિયાતા જેમાંથી વિકાર કરવાપણું નીકળી ગયું છે તે નીવિયાતા. 6 વિગઈના દરેકના 5-5 નીવિયાતા છે. તેથી કુલ 30 નીવિયાતા છે. તે આ પ્રમાણે - દૂધના 5 નીવિયાતા - (1) પય શાટી - દ્રાક્ષ વગેરે સાથે રાંધેલ દૂધ. (2) ખીર - ઘણા ચોખા નાખી ઉકાળેલ દૂધ. (3) પૈયા - દૂધની રાબ. (4) અવલેહિકા - ચોખાનો લોટ નાંખીને ઉકાળેલ દૂધ. (5) દુગ્ધાટી - કાંજી વગેરે ખાટા પદાર્થો સહિત રાંધેલ દૂધ. દહીંના 5 નીવિયાતા - (1) કરંબ - દહીંમા ભાત મેળવ્યો હોય તે ભાતવાળું દહીં. (2) શિખરિણી - ખાંડ નાંખી વસ્ત્રથી છાણેલું દહીં (શિખંડ). (3) સલવણ દહીં -મીઠું નાંખી મળેલુ દહીં. (4) ઘોલ - વસથી ગાળેલુ દહીં. (5) ઘોલવડા - ઘોલમાં નાંખેલા વડા. કાચા દહીના ઘોલમાં નાખેલા વડા અભક્ષ્ય છે. ઘીના પ નીવિયાતા - (1) પકવ વૃત- - ઔષધિ નાંખીને ઉકાળેલુ ઘી. (2) કિટ્ટિ - ઉકાળેલા ઘીની ઉપર તરી આવતો મેલ. (3) પૌષધિતરિત - ઔષધિ નાંખીને ઉકાળેલા ઘીની તર. (4) નિર્ભજન - તળ્યા બાદ વધેલુ, બળેલુ ઘી.
SR No.032794
Book TitlePadarth Prakash 22 Yatidin Charya
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages246
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy