________________ આત્માના શુદ્ધ સ્વરૂપસિવાય આત્મા માટે અન્ય સર્વ વસ્તુ અન્ય છે અને આત્મા સાથે સદા રહેનારી નથી. આથી આત્માનાં શુદ્ધ સ્વરૂપ સિવાય સર્વ પરભાવો આત્મા માટે ત્યાજ્ય છે. અને પર ભાવના ત્યાગથી જ આત્મા આત્મામાં રહેલા સુખને ભોગવી સુખી થાય. નવમાં ક્રિયા અષ્ટકમાં મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન સાથે ક્રિયાની પણ એટલી જ અધ્યાત્મતાની જરૂર છે. તે બન્નેનો સમન્વયરૂપમોક્ષમાર્ગનો અદ્દભુત પ્રકાશ પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે અહીં જ્ઞાન-ક્રિયાખ્યામ્ મોક્ષ પ્રગટ કરી બતાવ્યો. 'જ્ઞાની ક્રિયાપર: શીન્તા જે સર્વજ્ઞ તત્ત્વના બોધરૂપ જ્ઞાની છે તે અવશ્ય ક્રિયા કરનાર હોય જ પણ તેની ઉપેક્ષા કરનાર ન હોય અને તે જ વાત ટીકાકાર મહર્ષિ દેવચંદ્રવિજય મહારાજે જ્ઞાન અને અને ક્રિયાનું સ્વરૂપે પ્રગટ કરતા કહે છે તત્ર જ્ઞાન स्वपरावभासनरूपं, क्रिया स्वरूपरमणरूपा, तत्र चारित्र વીર્યTછત્વ પરિતિઃ | સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો બોધ થવો તે જ્ઞાન અર્થાત્ આત્મ તત્ત્વના સ્વરૂપને અભિમુખ એવો જ્ઞાન દર્શનનો વ્યાપાર તે જ્ઞાન અને આત્મતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરવા માટે તેને અભિમુખ એવી જે વિર્ય પ્રવૃત્તિ તે ક્રિયા- આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા વડે જ મોક્ષ થાય. દસમાં તૃપ્તિઅષ્ટકમાં પુરાત્રે પુદ્દાતા સ્કૂતિ થાન્યાત્મ પુનરાત્મન ! પૂ. મહોપાધ્યાય સ્પષ્ટ કહે છે જેમ આહારાદિ પુદ્ગલો વડે શરીર પુદ્ગલની તૃપ્તિ-પુષ્ટી થાય તેમ આત્માની તૃપ્તિ-આત્માના ગુણો વડે જ થાય અન્યથા નહીં. તે જ વાતને ટીકાકાર સ્પષ્ટ કરે છે. પુતિનીસ્વાનેન સુવાવમાસ વનિચ્યાજ્ઞાનમ્ પુદગલના આસ્વાદમાં જે સુખરૂપ લાગે છે તે માત્ર ભ્રાન્તિરૂપ છે તે મિથ્યાજ્ઞાન રૂપ છે. શ્રાવણ વદ–૧૪, તા. 20-8-2017 -રવિ શેખર સૂરિ સિધ્ધક્ષેત્ર - પાલીતાણા જ્ઞાનસાર-૩ || 4