________________ ઉદ્યાનમાં 117 માનવલોકમાં જવાની શિક્ષા કરી છે...દેવી કોઈ દિવસે કેઈને પણ શિક્ષા ન કરે એવાં દયામય છે. મને તો એમ લાગે છે કે દેવની મહેરબાની મને મળે એ શુભાશયને લક્ષમાં રાખીને મને શિક્ષા કરી છે. સેમ, આર્યાવતના દક્ષિણ ભાગમાં વિદર્ભનામને એક સમૃદ્ધ દેશ છે. એ દેશના રાજા ભીમદેવની મૃગનયની સુપુત્રી દમયંતી નવજવાન બની છે. પ્રિયે, સૌભાગ્યશાલિની એ રાજકન્યાનું રૂપ ત્રણે લેકમાં કાઈ નારી પાસે ન હોય તેવું અતુલ છે. એના લલાટમાં જન્મથી જ એક અતિ સુંદર અને તેજસ્વી તિલક છે આવી અસામાન્ય સુંદરી રાજકન્યા દમયંતીનો સ્વયંવર થશે. એ સ્વયંવરમાં માત્ર મનુષ્યો જ ભાગ લેશે એમ નહિ..દેવ, દાનવ ભુવનપતિ, વગેરે પણ ભાગ લેશે. સ્વયંવર ભારે આશ્ચર્યજનક બનશે. આ સ્વયંવરમાં ભાગ લેવા આવેલાઓનું મનોરંજન કરવા નિમિત્તે દેવી સરસ્વતીએ અનેક નાટકે તૈયાર કરીને, ગીતિ નાટકે નારદમુનિને અને બાકીનાં ભરત મુનિને શીખવ્યાં છે. આ સિવાય, ક્રૌંચક રાક્ષસને વધ કરીને જે નવજવાન રાજા નળ આજે દેવકમાં પણ પિતાના ભુજબળની કીતિ પામી રહ્યો છે, તે તેજસ્વી અને અતિ સુંદર નળના હૃદયમાં દમયંતી પ્રત્યે આકર્ષણ જાગ્યું છે... આડકતરી રીતે દમયંતીના કાને પણ નિષધપતિના બાહુબળની વાતે પહોંચી છે. આ એક એ પ્રસંગ ઊભો થઈ રહ્યો છે કે જેમાં મારું કાર્ય સર્વ માટે આશ્ચર્યકારક હશે...” તમારી વાત તો ખરેખર રસભરી છે. પરંતુ આમાં આપની આશ્ચર્યકારક ભૂમિકા મારા મનને બેસતી નથી.” બાલચંદ્ર આછું હસ્યો અને પોતાની ચાંચ વડે પ્રિયાના અંગને પંપાળતા બોલ્યો : " પ્રસંગ રસમય છે એમ તે તને લાગે છે ને ?" “હા, સ્વામી.” તો પછી હૈયે ધારણ કર. પૃથ્વી પીઠ પર પહોંચતાં જ હું મારી ભૂમિકા શોધી કાઢીશ. તને પણ મારી બુદ્ધિ નજરે નિહાળ