SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 102 નિષાપતી સ્ત્રીઓની માયા સંકેલાઈ ગઈ. કૌંચકણે વિવિધ રૂપ ધારણ કરવા માંડયાં. ઘડીક આગળ, ઘડી ઉપર, ઘડીક પાછળ, ઘડીક પડખે : આમ તે હુંકાર કરતે કરતે શસ્ત્રો ફેંકવા માંડયો. નવજવાન નળે પડકાર કરતાં કહ્યું : “એ દુષ્ટ, આજ મારા હાથે તારું મૃત્યુ થાય તે પહેલાં તું આ તાપસની ક્ષમા માને હંમેશ માટે ચાલ્યો જા....જે તને તારું જીવતર વહાલું હોય તે ! હું યુદ્ધમાં કદી પાછા ફરતે નથી...તને હું સ્વામી છું. આજ સુધી મને કઈ છતી શક્યું નથી.' તો પછી સામી છાતીએ ન લડતાં કાયરની માફક સંતાકુકડી કેમ ખેલે છે ? તને તારા ભુજબળનું અરમાન હોય તો એ અરમાન. હું અવશ્ય પૂરું કરીશ...' નળે કહ્યું. અને વારંવાર અદ્રશ્ય થતે ચકણ એક વિશાળ ફરસી સાથે સામે આવ્યું... અગ્નિ કણ વેરતી ફરસી તેણે ઊંચકી.. પરંતુ નળના એક તેજદાર બાણે રાના હાથમાં જ ફરસીના ટુકડા કરી નાખ્યા અને એક સાથે એક હજાર બાણ ફટકારીને કચકર્ણને વીંધી નાખે. કૌ ચકર્ણનું હૈયું દેધથી પ્રજળી રહ્યું હતું. તે નળને એક માનવ મગતરું માત્ર માનતો હતો, પણ મુકાબલાથી તે જોઈ શકો કે ઊગીને ઊભો થતો નળ ખતરનાક છે..એનું હસ્તલાઘવ ચમકાવી દે તેવું અજોડ છે. આવા ચપળ બાણાવળી શાસ્ત્રયુદ્ધથી જીતી શકશે નહિ, આમ વિચારી કચકણે પિતાનું રૂપ માયાના બળે ભયંકર બનાવ્યું. કાયા પણ વિરાટ કરી...થોડી જ પળોમાં તે એક પહાડ જે વિરાટકાય બની ગયો... અને ગગનમાં ઊડે. નવજવાન નળ એની ચાલ સમજી ગયો. તેણે માયાબંધનના મંત્ર વડે એક બાણ અભિમંત્રિત કરીને કહ્યું, “કૌંચકર્ણ, તારી માયા
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy