________________ મનાષ્ટક પ્રથમ સંચમસ્થાનક સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનકથી અનન્તગુણ વિશુદ્ધ છે. પ્રથમ સંયમસ્થાનકથી તેના અનન્તમાં ભાગના અવિભાજ્ય અંશોની વૃદ્ધિ કરવાથી બીજું સંયમસ્થાનક થાય છે. એ પ્રમાણે ત્રીજું, ચોથું ઇત્યાદિ સંયમસ્થાનકો જાણવાં. એ રીતે અનન્તભાગની વૃદ્ધિ કરવા વડે અંગુલ પ્રમાણ આકાશના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા આકાશપ્રદેશ પ્રમાણ સંયમસ્થાનકો થાય છે ત્યારે પ્રથમ કંડક થાય છે. ત્યાર પછી અસંખ્યાતમા ભાગની વૃદ્ધિરૂપ બીજું કંડક થાય છે. તે આ પ્રમાણે–પ્રથમ કંડકના છેલ્લા સંયમસ્થાનકમાં જેટલા અવિભાજ્ય અંશે હોય તેના અસંખ્યાતમા ભાગે જેટલા અંશે હોય તેટલાની વૃદ્ધિ કરવાથી તેટલા અધિક ક્ષપશમવાળું બીજા કંડકનું પ્રથમ સંચમસ્થાનક હોય છે. ત્યાર પછી અનન્ત ભાગની વૃદ્ધિ કરવારૂપ અસંખ્યાતા સ્થાને હોય છે અને તે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય આકાશપ્રદેશના શશિ જેટલા છે, ત્યાર પછી એક અસંખ્યાતભાગ વૃદ્ધિનું સ્થાનક હોય છે. એ પ્રમાણે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અનન્ત ભાગની વૃદ્ધિ જેના વચ્ચે આવેલી છે એવી અસંખ્યાતભાગની વૃદ્ધિ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય છે. એ બીજું સ્થાનક થયું. ત્યારબાદ સંખ્યાતભાગ વૃદ્ધિ રૂપ તૃતીય સ્થાનક થાય છે. ત્યારપછી અનન્ત ભાગની વૃદ્ધિ અનન્તાનુબધી સિવાયના બાકીના બાર કપાયના ક્ષયોપશમથી સર્વવિરતિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તેના પ્રથમ સંયમસ્થાનમાં સર્વાકાશથી અનન્તગુણ મર્યા-અંશે છે તેમ બૃહત્ક૫ ભાગ્યમાં કહ્યું છે