________________ જ્ઞાનસાર 253 | સર્વે ને પોતપોતાના વક્તવ્યમાં સાચા છે. પણ બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં છેટા છે. પરંતુ અનેકાન્ત સિદ્ધાન્તને જ્ઞાતા તે નયોને “આ સાચા છે અને આ બેટા છે' એ વિભાગ કરતા નથી. પિતાના વક્તવ્ય અર્થમાં સાચા એટલે પિતાના ઈષ્ટ અર્થનું સ્થાપન કરવામાં કુશલ અને તેથી અન્ય અર્થનું સ્થાપન કરવામાં નિષ્ફળ એવા નમાં એટલે બીજા ના વડે પ્રતિપાદન કરાયેલ વસ્તુધર્મ અને તેની પ્રવૃત્તિમાં જેનું મન સમભાવવાળું છે, પક્ષપાત રહિત છે તે મહામુનિ મધ્યસ્થ છે. ના પોતાના મતનું સ્થાપન કરવામાં કુશલ અને પર પક્ષનું નિરાકરણ કરવામાં અસત્ય છે. તે નમાં રાગ-દ્વેષ રહિત ઉપગવાળા અને યથાર્થ ભેદને સમજવાવાળા મુનિ મધ્યસ્થ છે. અહીં નાનું સ્વરૂપ બતાવીએ છીએ– અનેક ધર્મના સમૂહયુક્ત વસ્તુનું એક ધર્મ વડે નિશ્ચયાત્મક જ્ઞાન, અર્થાત વસ્તુના એક અંશને દર્શાવનાર જ્ઞાન તે નય કહેવાય છે. ન પિપિતાના અર્થને ગ્રહણ કરે છે. “આ નિત્ય જ છે અથવા અનિત્ય જ છે, આવા પ્રકારનું એક પક્ષને સ્થાપન કરવારૂપ એકાન્ત (એક ધર્મના નિર્ણય રૂ૫) મિથ્યા જ્ઞાન છે. સર્વ નનું વક્તવ્ય સ્થાપન કરવામાં તત્પર સર્વ સ્વભાવાત્મક વસ્તુસ્વરૂપની અપેક્ષાવાળું ગૌણ -મુખ્યપણે અમુક ધર્મની વિવક્ષા અને તેથી અન્ય ધર્મની અવિવક્ષાના ઉપગવાળું એક અંશનું જ્ઞાન તે નય. તેથી અન્ય નયના વક્તવ્યને નિષેધ કરનારું જ્ઞાન તે દુનય કહેવાય છે. સાપેક્ષપણે સ્વરૂપવૃત્તિનું જ્ઞાન તે સુનય છે. સન્મતિતકમાં કહ્યું છે કે -