________________ 174 નિપાદક સ્નિગ્ધ કે રૂક્ષને વિષમગુણવાળા સ્નિગ્ધ કે રૂક્ષની સાથે બન્ધ થાય છે. તેમાં પણ એટલી મર્યાદા છે કે દ્વિગુણાદિ અધિક સજાતીય પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે. એટલે એકગુણવાળા સ્નિગ્ધને ત્રિગુણ, ચતુગુણ ઈત્યાદિ સિનગ્ધગુણવાળાની સાથે કે રૂક્ષને તેવા પ્રકારના રક્ષગુણવાળા પુદ્ગલંની સાથે પરસ્પર બન્ધ થાય છે. એ પ્રમાણે ત્રિગુણને પચગુણ સાથે, પંચગુણને સતગુણ સાથે બન્ધ થાય છે. એમ બધેય વિચાર કરે. એવી રીતે દ્વિગુણ ચતુર્ગુણ સાથે, ચતુગુણ ષગુણની સાથે અને ષષ્ણુણ અણગુણની સાથે બંધાય છે. એટલે એકરૂપ પરિણામ થાય છે] અહીં સ્પર્શમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ એકાને સ્કન્ધનું ઉપાદાન કારણ નથી, કારણ કે સ્પર્શગુણ હોવાથી સ્કન્ધ કરવામાં ઉપાદાનરૂપ થતા નથી, રસ પણ કારણ નથી. કારણ કે રસ આસ્વાદરૂપ છે, માટે પૂરણ અને ગલન ધર્મવાળા પુદ્ગલે જ દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધ અને રૂક્ષ પરિણામ સહિત સ્કન્ધનું ઉપાદાન કારણ છે. આ કારણથી પુદ્ગલેની સાથે પુદ્ગલે જ લેપાય છે. હું નિર્મલ-કમેલરહિત, આનન્દ અને ચૈતન્યસ્વરૂપ છું, પણ પુદ્ગલેની સાથે સંબન્ધવાળે નથી. માટે શુદ્ધ આત્મા પુદ્ગલથી લેપાત નથી. વાસ્તવિક રીતે પુદ્ગલ અને આત્માને તાદાત્મ્ય (તદ્રુપતા) સંબધે જ નથી. સંગસંબન્ધ તે ઉપાધિથી થએલે છે. અને તે ચિત્ર-વિચિત્ર અંજનરંગની સાથે આકાશના જેવો છે. એમ [] આ કટની અંદરને પુલોના બંધની મર્યાદા જણાવનારો ટીકાને ભાગ અસ્પષ્ટ અને અશુદ્ધ હોવાથી તેટલો ભાગ તત્ત્વાર્થી ભાષ્યમાંથી લીધો છે. અનુ.