SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 195 અને પૃથ્વીનો માલિક છે. જીવન અને મૃત્યુનો સર્જક છે. જેના હાથમાં અમાપ સત્તા અને અબાધિત શક્તિ છે. 11 કોઈ તેના જેવું નથી. તેઓ પોતે જ પોતાની ઉપમા છે. 12. ઇસ્લામના મતે અલ્લાહ માત્ર સર્વશક્તિમાન અને કડક ન્યાયાધીશ જ નથી પરંતુ મંગલમય, દયામય અને કરુણાસાગર છે. ““પાપની ક્ષમા કરનારો, પશ્ચાત્તાપનો સ્વીકારનારો, 13 ભૂલા પડેલાને રસ્તો બતાવનારો, દુઃખમાત્રથી છોડાવનારો, દુખિયાનો બેલી અને આફતમાં પડેલાને દિલાસો દેનાર છે.”૧૪ અલ્લાહ રહીમ (દયાળુ) છે તે દયાળુ પર દયા કરે છે. ““જેઓ પૃથ્વી કરે છે તેમના પર તમે દયા કરો અને આસમાન પર છે તે તમારા પર દયા કરશે.”૧૧ ઇસ્લામની કલ્પના પ્રમાણે અલ્લાહ જગતનો સર્જક અને પોષક છે. તે જગતની પાર દૂર દૂર વસનારો દેવ છે. તેના કરતાં અધિક તો પ્રકૃતિમાં અને જગતની ઘટમાળમાં વસનારો અંતર્યામી છે, 16 ““પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનાં જ છે માટે તમે જે દિશા તરફ મોઢું ફેરવશો ત્યાં અલ્લાહ તમારી સામે જ છે અને તમારી અંદર (પણ) છે; તેને તમે કેમ જોતા નથી ?" 3. માણસનું સ્વરૂપ અને તેનો અલ્લાહ સાથેનો સંબંધઃ અલ્લાહ અને મનુષ્ય વચ્ચે માલિક બંદા (સ્વામી-સેવક)નો સંબંધ છે. ઇસ્લામ ધર્મ આત્માના અમરત્વમાં માને છે પરંતુ પુનર્જન્મનો સિદ્ધાંત તેમાં સ્વીકારવામાં આવતો નથી. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મના સિદ્ધાંતને બદલે કયામતના સિદ્ધાંતમાં માને છે. કબરમાં સૂતેલા બધા આત્માઓ ઉપર ખુદાનો ફરિતો ઇઝરાઇલ દેખભાળ રાખે છે. જ્યારે દુનિયા ઉપર પાપ વધી જાય છે ત્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે. આ સમયે કબરમાં સૂતેલા બધા આત્માઓ ઊઠીને ઊભા થશે અને ઈઝરાઈલ તેમને ખુદાની સમક્ષ પાપપુણ્યના ન્યાય માટે ખડા કરશે. ખુદા દરેક આત્માના કર્મનો ફેંસલો કરીને પુણ્યશાળીઓને જન્નત (સ્વર્ગ)ના બગીચામાં મોલશે, અને પાપાત્માઓને જહન્નમ (નરક)ની ઊંડી ખાઈમાં ફેંકી દેશે, જ્યાં તેઓ અખંડ વેદનામાં ખડબદતા રહેશે. 4. કર્મનો સિદ્ધાંત અને પાપ-પુણ્ય અંગેની માન્યતાઓ : આમ, આપણે જોઈએ છીએ કે ઇસ્લામ ધર્મ દૃઢપણે માને છે કે માણસને તેના સારા-માઠાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. “જે માણસ એક બાજુ નમાજ પડશે, રોજા રાખશે અને દાન કરશે તથા બીજી બાજુ કોઈની ઉપર જૂઠો આરોપ મૂકશે, બેઈમાની કરીને કોઈનાપૈસા ખાઈ જશે કે કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે એવા માણસની નમાજ,તેના રોજા, તેનું દાન કશું કામમાં નહિ આવે. તેણે બીજાં જે કંઈ સારાં કામ કર્યા હશે તે બધાં તેના હિસાબમાંથી કાપીને તેણે જેમના પર જુલમ કર્યો હશે તેમનાહિસાબમાં ઉમેરી દેવામાં આવશે અને એમ કરવાથી પણ નહિ પડે ત્યારે પેલાપીડિતોએ પહેલાં જેટલાં પાપ કર્યો હશે તે તેમના હિસાબમાંથી બાદ કરીને આ જુલકરનારનાં પાપોમાં ઉમેરી દેવામાં આવશે.”૧૮
SR No.032771
Book TitleJagatna Vidyaman Dharmo
Original Sutra AuthorN/A
AuthorJayendrakumar Anandji Yagnik
PublisherUniversity Granthnirman Board
Publication Year2011
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy