SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 192 જગતના વિદ્યમાન ધર્મો જિબ્રાઈલ મારફત મહંમદ સાહેબને ખુદા તરફથી આદેશ મળ્યો કે તેમણે મક્કા છોડીને મદીના ચાલ્યા જવું. આથી ઈ.સ. ૬૨૨માં મહંમદ પગમંબર અને હજરત અબુબકર મક્કાથી હિજરત કરીને મદીના ગયા. આ દિવસથી મુસલમાનોનું નવું વર્ષ શરૂ થાય છે. આ વર્ષથી ‘હિજરી સંવત’નો આરંભ થયો. મહંમદ પયગંબર હવેથી હજરત મહંમદ કહેવાયા. મહંમદ સાહેબના આગમન પહેલાં મદીનાનું નામ યથરીબ હતું. પરંતુ મહંમદ સાહેબના આગમનની ખુશાલીમાં શહેરને મુસ્લિમો “મદીનત-અલનબી' ઉર્ફ નબીનગર કહેવા લાગ્યા. પાછળથી તેનું નામ મદીના પડ્યું. હજરત મહંમદને મદીનામાં દફનાવવામાં આવેલા હોવાથી મુસલમાનો તેને પવિત્ર ગણી તેની યાત્રાએ જાય છે. અકબાની પ્રતિજ્ઞામાં દર્શાવેલ ઈશ્વરી સંદેશનો મહંમદ મદીનાની જનતામાં ઉપદેશ કર્યો, જેને મદીનાવાસીઓ તરફથી સારો એવો આવકાર મળ્યો. મદીના શહેરના હાકેમ તરીકે લોકોએ મહંમદને નવાજ્યા. ઈશ્વરની પ્રાર્થના કરવા માટે મહંમદ મદીનામાં પહેલી મસ્જિદ બનાવી. પોતે જાતે પથ્થરો ઊંચકીને તે મસ્જિદ બાંધવામાં સેવા આપી. મદીનાની પ્રજાએ મહંમદ સાહેબનું ધાર્મિક નેતૃત્વ તો સ્વીકાર્યું જ પરંતુ તેમનો સામાજિક અને રાજકીય નેતા તરીકે પણ સ્વીકાર કર્યો. મક્કાવાસીઓ તરફથી અવારનવાર પજવણી થયા કરતી હતી તેથી આખરે એક દિવસ હજરતે પોતાના શિષ્યોને ફરમાન કર્યું : “સત્ય અને ધર્મના રક્ષણ માટે જેઓ તલવાર પકડે છે તેમને સ્વર્ગ મળે છે.” દસ હજાર મુસ્લિમો ધર્મયુદ્ધ માટે બહાર પડ્યા. સાંજે આ ફોજ મક્કાની બહાર રોકાઈ. સિપાઈઓને હુકમ કરવામાં આવ્યો હતો કે, બનતાં સુધી કોઈ પર હથિયાર ન ઉગામવું. અને કોઈ દુશ્મન મળે તો તેને પકડી લાવવો. થોડી વાર પછી પહેરા પરના સિપાઈઓ શહેર બહારથી બે માણસોને પકડીને મહંમદ સાહેબ પાસે લાવ્યા. તેમાંનો એક પ્રખ્યાત કુરેશ સરદાર અબુ સુફિયાન હતો. પોતાના જિંદગીભરના દુશ્મનને પોતાની સમક્ષ જોઈને મહંમદ સાહેબની આંખમાંથી ટપટપ આંસુ ટપકવા લાગ્યાં. તેમણે અબુ સુફિયાનના બધા જૂના અપરાધ વગર શરતે માફ કરી દીધા અને તેને આદરપૂર્વક બેસાડ્યો. અબુ સુફિયાનના દિલ પર આની ઘણી ઊંડી અસર થઈ. તે ઉપકાર નીચે દબાઈ ગયો. તેની મારફતે મક્કાવાસીઓને સંદેશો મોકલવામાં આવ્યો. એમ કહેવાય છે કે કેવળ મુઠ્ઠીભર મામસો સિવાય અબુ સુફિયાને અને બીજા બધાએ મહંમદ સાહેબને પોતાના સરદાર અને મદીનાની સરકારને પોતાની સરકાર માની લીધાં. આમ, એક પણ માણસનું લોહી રેડ્યા વગર મક્કા જીતી લેવામાં આવ્યું. મક્કા ઉપર ઇસ્લામનો વાવટો ફરક્યો અને મદીનાવાસીઓને મક્કામાં પવિત્ર કાલાહની “હજ કરવાની છૂટ મળી. મહંમદ સાહેબની પોતાનો ધર્મ ફેલાવવાની રીત કુરાનમાંની આયતો અનુસાર હતી. તેમના જીવનમાં એક દાખલો એવો નથી મળતો જેમાં તેમણે કોઈને
SR No.032771
Book TitleJagatna Vidyaman Dharmo
Original Sutra AuthorN/A
AuthorJayendrakumar Anandji Yagnik
PublisherUniversity Granthnirman Board
Publication Year2011
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy