SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 13) જગતના વિદ્યમાન ધર્મો જહાંગીરના શાહજાદા ખુસરોએ બળવો કર્યો. બળવો કર્યા પછી હારીને ભાગ્યો અને તે મદદ માટે ગુરુ પાસે આવ્યો. ગુરુએ દયાથી એને રૂ. 5,OOO આપ્યા. આ બાતમી ચાડિયાઓએ જહાંગીરને પહોંચાડી. જહાંગીરે ગુરુનો રૂપિયા બે લાખ દંડ કર્યો અને સાથે હુકમ કર્યો, “આદિ ગ્રંથ' માંની ઇસ્લામી માન્યતાનો જરાક પણ વિરોધ કરતી હોય એવી સર્વ પંક્તિઓ રદ કરો.” દઢ ઈશ્વરભક્ત અર્જુનદેવે એમ કરવાનો ઈન્કાર કર્યો. એટલે જહાંગીરે ગુરુ ઉપર ભયંકર અત્યાચાર ગુજાર્યા. એમના ઉપર ધગધગતી રેતી નાખવામાં આવી. એમને ગરમ તવા ઉપર બેસાડ્યા, એમના પર ઊકળતું પાણી રેડવામાં આવ્યું અને એમને ભૂખે મારવામાં આવ્યા. છેવટે મરણતોલ થઈ ગયા ત્યારે એમને રાવી નદીમાં ફેંકી દીધા અને એમ આ “શહીદોના સિરતાજ પોતાના “ઘેર' વાહગુરુના વાત્સલ્યપૂર્ણ ખોળામાં પહોંચી ગયા. શીખોની બાબતમાં તો સુપ્રસિદ્ધ “જહાંગીરી ન્યાય'નું આ ઉદાહરણ જગતને જોવા મળ્યું ! 6. ગુરુ હરગોવિંદ (1595-1644)H ગુરુ અર્જુનદેવની હત્યા પછી એમના અગિયાર વર્ષના કિશોર પુત્ર હરગોવિંદ ગુરુ થયા. એમણે જોયું કે કેવળ જપમાળાથી ધર્મરક્ષા નહિ થાય. એટલે સેલી (ગુરુઓ પહેરતા તે ઊનની માળા)ને ભંડારમાં મૂકાવી દીધી. તેમણે ઐહિક અને પારલૌકિક ક્ષેત્રોના ગુરુ બન્યાના નિશાન તરીકે બે તલવાર ધારણ કરવા માંડી અને તેઓ “મીરી પીરીના માલિક' નામથી ઓળખાય. મુગલ તપ્તના ઝરૂખા કરતાં પણ ઊંચું “અકાલ તણ” બાંધ્યું. ગુરુએ અશ્વો અને શસ્ત્રોની ભેટ ધરવા શિષ્યોને આજ્ઞા કરી. કેટલોક વખત જહાંગીરે એમને કેદમાં પણ પૂર્યા. પરંતુ એમની નિર્ભયતા અને ભગવદ્ભક્તિ જોઈને મૈત્રી બાંધી. જહાંગીરના મૃત્યુ પછી એમને શાહજહાં સાથે કેટલીક લડાઈઓ થઈ. એમાં શીખો જીત્યા. તેથી શીખોની પ્રતિષ્ઠા ખૂબ વધી. જનતા એમના તરફ આશા અને ગૌરવની નજરે જોવા લાગી. એમણે જીવનનાં છેલ્લાં દસ વર્ષ હિમાલયની તળેટીમાં કિરતારપુરમાં શાન્તિથી ગાળ્યાં. “શોક ન કરશો પણ આનંદોત્સવ કરજો, કારણ કે હું તો મારે ઘેર જાઉં છું, હરિનામથી જીવનને ભરી દેજો,” બોલીને એમણે દેહ ત્યજ્યો. ગુરુ હરગોવિંદની લોકપ્રિયતા અપ્રતિમ હતી. ગુરુની ચિતામાં પડીને બે શીખોએ સહગમન કર્યું હતું અને બીજા કેટલાયને તેઓ ચિતામાં ન કૂદી પડે તે માટે પકડી રાખવા પડ્યા હતા.૮ 7. ગુરુ હરિરાય (1630-1661) ગુરુ હરગોવિંદના પૌત્ર ગુરુ હરિરાય બચપણથી જ દયાળુ, કોમળ હૃદયના હતા. એક સમયે બગીચામાં ફરતાં એમનો જામો અડી જવાથી એક સુંદર ફૂલ ખરી પડ્યું ત્યારે એમને એટલું બધું દુઃખ થયું કે એ પછી કાયમ જામો સંકોરીને જ ચાલતા. એમના વખતમાં શાહજહાંના પુત્ર દ્વારા શિકોહનું કાસળ કાઢી નાખવા દારાના નાના ભાઈ ઔરંગઝેબે ભોજનમાં કંઈ ખવડાવી દેવાથી દારા ગંભીર
SR No.032771
Book TitleJagatna Vidyaman Dharmo
Original Sutra AuthorN/A
AuthorJayendrakumar Anandji Yagnik
PublisherUniversity Granthnirman Board
Publication Year2011
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy