________________ 232 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી - પરભાવની નિવૃત્તિરૂપ સંયમ એ જ અસ્ત્ર, તેને સ્વપરના ભેદજ્ઞાનરૂપ શરાણે ઉત્કૃષ્ટ તેજસ્વી બનાવેલું અને સંતોષરૂપ ધાર કાઢી તીક્ષણ કરેલું તે સંયમાસ્ત્ર જ્ઞાનાવરણાદિ શત્રુને છેદવા સમર્થ થાય છે. એટલે અનાદિ મિથ્યાત્વ અસંયમ, અજ્ઞાનમાં રહેલે જીવ, વિશિષ્ટ ઉત્કૃષ્ટરૂપે સ્વધર્મની ભ્રાન્તિથી પરભાવમાં એકતારૂપ વિપર્યાસથી કર્તા, ભોક્તા, ગ્રાહક આદિ બની અશુદ્ધ પરિણતિ વડે કરેલા) શુભાશુભ સંયોગના ભોગથી રાગ-દ્વેષરૂપે પરિણમતાં, સંસારમાં ભમે છે, તે જ જીવ, ત્રણે લેકના પ્રાણીઓ પ્રત્યે વત્સલ એવા અતિ કહેલાં પરમ આગમને વેગ પામી, તવરહસ્ય સમજી સ્વપરના વિવેક વડે પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ, શુદ્ધ આત્માના સ્વભાવમાં રુચિવંત બની સર્વ આસવને રેકી, પરમાત્મસ્વરૂપને સાધક બને છે. તેથી જ સ્વ પઅને રને ભેદ જાણવારૂપ વિવેકને અભ્યાસ કર્તવ્ય છે. 8