SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આપે ફાંસીના ફંદામાંથી છોડાવેલો! અને હું જ આપને ફાંસી આપું! એ કદિ ન બને! તમે હમણાં ને હમણાં અહીંથી ભાગી જાવ...! કે “મૌરિક! તું તારી ફરજ બજાવ ! મને છૂટો કરીશ તો મહારાજા | તારા ઉપર શી વીતાવશે તને ખ્યાલ છે?' 'જે થવાનું હોય તે થાય ! પણ હવે મહેરબાની કરીને આપ જલ્દીથી અહીંથી ભાગી જાવ!” એમ કર | ચંડાલના અતિ આગ્રહથી ધરણ ત્યાંથી ભાગ્યો! જંગલમાં આવતા વિચારે છે. મારી પત્નીનું શું થયું હશે ! ચોર એને ઉઠાવી ગયો હશે કે મારી નાંખી હશે ! હવે એ બિચારીનું શું થતું હશે ?" બાળમિત્રો ધરાગની કેવી મતિ છે! પેલી તો એને તરછોડીને ભાગી ગઇ છે! છતાં પણ આ મહાપુરૂષ તો મનમાં એનું ભલું જ વિચારે છે! જ હજી ધરણનાં મનમાં લક્ષ્મીના વિચારો ચાલુ જ છે ત્યાં તો સામેથી ફાટેલા તૂટેલા કપડાંવાળી સાવ બેહાલ સ્થિતિમાં મૂકાઈ ગયેલી લક્ષ્મી ધરણને મળી. | ‘પ્રાણનાથ ! શું કરું! મંદિરમાં આવેલા ચોરે એનું પોટલું તમારી પાસે મૂકી દીધું અને એ મને બળાત્કારે લઇને ભાગ્યો ! જંગલમાં લઇ જઈ ઘરેણા આદિ બધું પડાવી મારી આવી દશા કરી નાંખી ! હું શું કરું? ક્યાં જઉ ? મારા પરમપ્રિય પતિદેવનું શું થયું હશે! હું તો હવે મરવાનો જ વિચાર કરતી હતી પણ હું મારા પ્રાણાધાર ! હજી કંઇક મારું ભાગ્ય જાગૃત હશે કે આવા વેરાન રાનમાં પણ આપનો ભેટો થઇ ગયો !' 73
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy