SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 46 રામાયણ કાંડમાં આપણે જોઈએ છીએ કે સીતાની બહેન ઊર્મિલાને લક્ષ્મણ ઘરે લાવે છે. પણ બીજા કાંડમાં આપણને કશું જ એના વિશે સાંભળવા મળતું નથી. લક્ષ્મણની પત્નીના ઉલ્લેખ માટેનો પ્રસંગ તો આવે જ છે. જ્યારે લક્ષ્મણે રામ સાથે વનમાં જવાનો નિશ્ચય કર્યો અને ત્રણેએ પોતાનાં માતા-પિતાની વિદાય લીધી. એક હૃદયસ્પર્શી દશ્ય માટેનો આ પ્રસંગ હતો. પણ વાલ્મીકિ બિચારી ઊર્મિલાને વિસરી ગયા જણાય છે કારણ કે વાલ્મીકિ રામને જૂઠા ઠેરવતા નથી. જ્યારે પછીથી 3-18-3 પોતાની સાથે લગ્ન કરવા ઈચ્છતી શૂર્પણખા લક્ષ્મણને બતાવે છે. રામે આમ એટલા માટે કર્યું કે, હજુ લક્ષ્મણ કુંવારા (સતવાર) હતા. બીજો મુદ્દો જ્યારે રામને વનવાસ આપવામાં આવે છે ત્યારે ભારતની અનુપસ્થિતિનો છે. બીજા કાંડમાં માની લેવામાં આવે છે અને સ્પષ્ટપણે ઉલ્લેખ પણ કરવામાં આવે છે. પહેલા કાંડમાં એવું કહેવામાં આવ્યું છે કે ભરત અને શત્રુદ્ધ પોતાના મામાને ત્યાં ગયા છે. એટલે, એવું માની શકાય કે આ અંશને નિવારી શકાય તેમ નથી અને એટલે પહેલા કાંડમાં પણ આ ખંડને દૂર કરી શકાય તેમ નથી. પણ જો પહેલા કાંડના ભરતને લગતા ખંડનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરવામાં આવે તો તરત જ ધ્યાન પર આવશે કે આ ભાગનો બહુ જ અણઘડ રીતે આકાર આપવામાં આવ્યો છે. ૭૩મા કાંડમાં યુધાજિત પોતાના ભાણા ભરતને મળવા આવ્યો છે એવો ખાસ ઉલ્લેખ થયો છે. આ લગ્નદિનની સવારે બને છે. ચાર લગ્નો થાય છે. પણ છેલ્લા સર્ગ સુધી યુધોજિતનો કોઈ ઉલ્લેખ નથી ત્યાં દશરથ ભરત અને શત્રુનને યુધોજિન સાથે જવાની અનુમતિ આપે છે. અને સંદર્ભની માગ છે કે, લગ્ન પછી અને અયોધ્યામાં સહુ પાછા આવે પછીથી આ બને. નવપરિણીત વર કૈકયના દૂરના પ્રદેશ સુધી પ્રવાસ કરે તે પસંદ કરેલી ક્ષણ પણ અનુરૂપ છે. એથી વધુ નોંધપાત્ર હકીકત એ છે કે, આ દૂરના પ્રદેશમાં ભરત ઘણાં વર્ષો ગાળે છે, કારણ કે રામ વનમાં જાય છે ત્યારે જ ભરતને પાછો બોલાવવામાં આવે છે. કવિ, અને ખાસ કરીને તે કે જેણે રામાયણને અત્યારનો આકાર આપ્યો છે તેણે લગ્ન અને રામનો વનવાસ એ બે વચ્ચે ઘણો સમય પસાર થાય છે એમ કહ્યું છે. ૧-૭૭૨૫માં કહેવાયું છે. रामश्च सीतया सार्धं विजहार बहून ऋतून् / અહીં ટીકાકાર નોંધે છે દશ વર્ષાનિત્યર્થ તિ ભાવ: ! આ દ્વારા કદાચ ટીકાકાર ૫૩૩-૧૭-૧૮૨ના કથનનો ઉલ્લેખ કરી રહ્યા છે. મન્થરાએ કૈકેયીને કહેલ સમગ્ર વાર્તાથી કાંડમાં તદ્દન વિપરીત ૨-૮-૨૮માં વાત વ તુ માન્ચે મરતો નાયિતત્ત્વયા | આ રીતે, પહેલા કાંડની વાર્તાઓ બીજા કાંડમાં નિરૂપાએલી ઘટનાઓ સાથે અસંગત છે.૨૩ વાલ્મીકિ
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy