SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણ भरते सानुजे राज्ञः कैकेयस्य पुरे स्थिते / उत्कण्ठाकुलितो भेजे चिन्तां दथरथो नृपः // ભરતના શિક્ષણના ઉલ્લેખ પરથી એવું ફલિત થાય છે કે ક્ષેમેન્દ્ર છે અને સંભવતઃ બીનો ઉપયોગ કર્યો. જ્યારે બીજી તરફ ભોજે સંભવતઃ સી નો ઉપયોગ કર્યો કારણકે ભરતની મુલાકાત વિશે એક સંક્ષિપ્ત ઉલ્લેખ તે નીચેના પદ્યમાં કરે છે. (બીજા કાંડના આરંભમાં) गच्छता दशरथेन निर्वृतिं भूभुजामसुलभां भुजबलात् / मातुलस्य नगरे युधाजितः स्थापितौ भरतलक्ष्मणानुजौ / / કમનસીબે રઘુવંશના 12 સોંમાં રામાયણનું પુનઃ કથન એટલું સંક્ષિપ્ત છે કે, એના આધારે વાચનાની ચર્ચા થઈ શકે તેમ નથી. પણ છતાં એક હકીકત હું જણાવ્યા સિવાય રહી શકતો નથી. કાલિદાસ, ચિત્રકૂટથી ભરતે વિદાય લીધી ત્યાર પછી 12-22 અને ૨૩માં વાયસે કરેલા અનાદરને કારણે થયેલી સજાનું વર્ણન કરે છે. જ્યારે આપણી પાસેની વાચનામાં ભરત રામને મળે છે તે પહેલાં આ ઘટના બને છે, અને તે જ પ્રમાણે રામાયણ-કથા-સાર-મંજરીમાં પણ છે. સી જો કે એને પ્રક્ષિપ્ત ગણે છે અને તેથી ભોજ એનો ઉલ્લેખ કરતા નથી. વાયસનો પ્રસંગ ઘણો પુરાણો છે કારણ કે સીતા હનુમાન દ્વારા રામને આ પ્રસંગની યાદ કરાવે છે. પણ મૂળ કથામાં આ પ્રસંગ બનતો નહીં હોવાથી એ શક્ય છે કે જયાં આ ખંડને ઉમેરવામાં આવ્યો છે ત્યાં કોઈ સંગતિ જળવાઈ નથી. અને જે વાચનાનો કાલિદાસે ઉપયોગ કર્યો છે ત્યાં આ પ્રસંગ જુદા જ સ્થળે આવે છે. એટલે આ ઘટનાએ પછીથી આકાર લીધો છે. સમાપનમાં હું મલ્લિનાથના ઉદ્ધરણોના ઉલ્લેખ કરું છું જેનો આ પહેલાં નિર્દેશ થઈ ચૂક્યો છે. આ અવતરણો સી વાચનાનાં છે. કેટલીક વાર બોમ્બે સાથે મળતાં આવે છે. તો કેટલીક વાર દક્ષિણ ભારતની આવૃત્તિઓ સાથે મળતાં આવે છે, પણ મેં જે અવતરણો અહીં ચર્ચા અને, રામાયણના જે સંદર્ભો આપ્યા તે રામાયણની સામગ્રીના અભ્યાસમાંથી મને પ્રાપ્ત થયેલા છે, અથવા કોઈ ખાસ પ્રયત્ન સિવાય મને પ્રાપ્ત થયેલા ઘણા પુરાવાઓ ક્રમશઃ પ્રકાશમાં આવશે અને તેના આધારે રસપ્રદ નિરીક્ષણો કરી શકાશે. પણ તે અમારા અભિપ્રાયની વિરુદ્ધ જનાર નથી પણ અમારા મતને અનુમોદન આપનાર બનશે. અમારો મત એ કે પ્રમાણમાં પ્રાચીન કાળમાં, ઘણી વાચનાઓ અસ્તિત્વમાં હતી. અહીં સીતા પાસેથી વિદાય લેતા હનુમાનના પ્રસંગનો જુદાં-જુદાં સંસ્કરણો અને વાચનાઓમાં મળતાં પાઠાન્તરો સાથેનો પાઠ આપે છે. પ્રથમ છે બોમ્બે આવૃત્તિનો પ
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy