SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 10 રામાયણ પાથર્યો હોય. એ વિશેષ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, જે ખંડ ભવભૂતિએ આપ્યો છે તેનો સંદર્ભ સીની વાચના સાથે છે. એ સાથે નહીં. પાંચમા અંકના ઉપાજ્ય પદ્યમાં, રામના ખર સાથેના યુદ્ધમાં રામે પાછાં ભરેલાં ત્રણ પગલાંનો ઉલ્લેખ થયો છે. કેવળ સી-૩-૩૦, 23 આની સાથે સમાનતા ધરાવે છે. तमापतन्तं संक्रुद्धं कुतास्त्रो रुधिराप्लुतम् / अपासर्पद् द्वित्रिपदं किञ्चित् त्वरितविक्रमः // આ પદ્ય ગોરેશિયોની આવૃત્તિમાં જરા જુદી રીતે આવે છે, અને ત્યાં ખાસ કરીને દિત્રિપદું શબ્દ જે આપણા માટે ખાસ મહત્ત્વનો છે તે ત્યાં નથી. तमापतन्तं वेगेन दीप्तास्यं रुधिरप्लुतम् / अपसृत्य ततः स्थानाद् दृष्टवा त्वरितविक्रमः // બોનની હસ્તપ્રતમાં આ શ્લોક છે જ નહીં, બર્લીનની બન્ને હસ્તપ્રતોમાં ડૉ. કલાટ જણાવવાની કૃપા કરે છે તે આ પ્રમાણે છે. એ : તમેવાડઉપદ્રવત્ વૃદ્ધ વૃત્તાë ધક્ષત | अपसर्पत् प्रतिपदं किञ्चिच्चैव परिक्रमम् // બી : તમેવાડમદ્રવત્ વૃદ્ધત્તાકું ધરતમ્ | अपसर्पत् प्रतिपदं किञ्चित् त्वरितविक्रमः // ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતમાં આનન્દવર્ધન ૩-૧૬-૧૭ને ઉદ્ધત કરે છે. જેનું બીજું અધું ચરણ પદ્ય 79 પરની અર્જુનવમેદવની (૧૩મી સદીનો આરંભ) ટીકામાં એ જ પ્રમાણે મળે છે. શ્લોક આ પ્રમાણે છે. रविसंक्रान्तसौभाग्यस्तुषारावृतमण्डलः / निश्वासान्ध इवाऽदर्शश्चन्द्रमा न प्रकाशते / બધી જ વાચનાઓમાં પહેલા અર્ધચરણમાં તુષાર મળે છે, બીજુ અર્ધચરણ કેવળ સીમાં મળે છે, બીમાં સનિશ્વાસ રૂવા મળે છે તો કાશ્મીરની હસ્તપ્રતમાં નિષ્ઠાવાન વા, બોન હસ્તપ્રતમાં નિરાયાવદ્રશ્ય (મૂળનું છે !). આનન્દવર્ધન અબ્ધ શબ્દને છોડી દે છે જે કેવળ સીમાં આવે છે. કાવ્યાલંકારવૃત્તિ ૪-૩-૧૪માં વામન કવિના નામનો ઉલ્લેખ કર્યા સિવાય નીચેનો શ્લોક ઉદ્ધત કરે છે.
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy