SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હર્મન યાકોબી 121 54. 55. પાણિનિએ નિરૂપેલી વાણીમાં સ્વર હતા પણ મહાકાવ્યની કે પછીની પ્રશિષ્ટ સંસ્કૃતમાં ધ્યાનમાં આવે તે રીતે તેની પરિહાર થયો છે. પ્રાકૃત બોલીઓ આવા સંસ્કૃત તરફ ગતિ કરે છે, જેમાં સ્વરલોપ થયો છે. ઓછામાં ઓછું અહીં પ્રાચીન સ્વરની અસર જોઈ શકાતી નથી. ઘણી ભારત જર્મન વાણીમાં જૂના સ્વરે શબ્દોની રૂપરચના પર ગણનાપાત્ર અસર છોડી છે જેનું પૂર્વસ્વરૂપ આપણે નિશ્ચિતપણે તે લોપ પામ્યા પછી પણ નિશ્ચિત કરી શકીએ છીએ. એટલે, પ્રાકૃત ભાષાઓમાં સ્વરના પ્રભાવની ગેરહાજરી અત્યંત મહત્ત્વની છે. આ હકીકત ઉપર નિર્દિષ્ટ ધારણાને સમર્થન આપે છે કે પ્રાકૃત ભાષા બોલીઓ જે ભાષા તરફ જાય છે તે સ્વરભાર સાથેનું સંસ્કૃત હોઈ શકે. જે લોકો વાંદરાઓને દક્ષિણ ભારતના મૂળ આદિવાસીઓ તરીકે ઓળખવા માંગતા હોય તો તેઓની એ સમજાવવાની ફરજ છે કે હનુમાનની પોતાની વાણીની શુદ્ધતા માટે પ્રશંસા કરવામાં આવે છે. 7-66-44 પ્રમાણે તેનો મહાન વૈયાકરણ તરીકે પણ ઉલ્લેખ થયો છે. મોનીએર વિલિયમ્સનો આ ત્રીજો તર્ક (P. 316) છે. “અશોકના શિલાલેખો પરથી એ દેખીતું છે કે, ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં, હિન્દુસ્તાનના મોટા જનસમૂહની ભાષા શુદ્ધ સંસ્કૃત ન હતી. ખરેખર તો, તે સંસ્કૃતની પ્રાદેશિક બોલીઓ હતી જેને પ્રાકૃત એવું સર્વસાધારણ નામ આપ્યું. જો આ લોકપ્રિય કાવ્યોનું પ્રથમ સંસ્કરણ ત્રીજી સદીમાં થયું હોય તો શું એ સંભવિત છે કે, પ્રાકૃતનાં કેટલાંક રૂપો સંવાદોમાં દાખલ કરીને ત્યાં જ રહેવા દીધાં હોય એવું નાટકોમાં કરવામાં આવ્યું છે. મૃચ્છકટિક પ્રાચીનતમ નાટક છે, જે ઈસુની બીજી સદીથી વધુ અર્વાચીન ન હોય (બી. સી.એ છાપભૂલ છે.) પૃ. 471 પ્રમાણે લેખકનો આ અભિપ્રાય શંકાસ્પદ છે. એ સાચું કે બન્ને મહાકાવ્યોની મૂળ કથાની ભાષા જ આજના પાઠમાં મળે છે, તે મોટે ભાગે સરળ સંસ્કૃત છે અને તે કોઈ પણ રીતે કઠિન કે કૃત્રિમ નથી. જનતાની ભાષા મોટે ભાગે વ્યવહારોપયોગી બની તે પહેલાં ઈ. સ. ૫૦૦માં લોકોની બહુમતી આ ભાષાને સમજતી હતી. નિશ્ચિતપણે કહેવું હોય તો, મહાકાવ્યમાં ભૂતકાળનાં સર્વરૂપો, અર્થભેદ સિવાય પ્રયોજાયાં છે. કેટલાંક ક્રિયાપદો સિવાય, અનદ્યતન ભૂતકાળનો પ્રયોગ બહુ જ જૂજ છે. અને એટલે, અનદ્યતન અને હ્યસ્તનનો અર્થભેદ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો એનાથી આપણે આશ્ચર્ય પામવું જોઈએ નહીં. પ૭. સુબધુ પાણિનિના નિયમનું ચૂસ્તપણે પાલન કરતા નથી. દંડીમાં, પૂર્ણ ભૂતકાળ એકદમ જ છઠ્ઠા ઉચ્છવાસમાં સમાવિષ્ટ વાર્તાઓમાં દેખો દે છે. રાજકુમારોની કથાઓ-વાર્તા કહેનારા પોતાના અનુભવોનું બયાન કરી રહ્યા છે. વર્ણનના કાળ તરીકે, હ્યસ્તન, ઐતિહાસિક વર્તમાન, સકર્તક અને અકર્તૃક, કૃદન્તો આવે છે. અર્ન્સ કુદ્ધ, Beitrage zur Pali Grammatikm P 108 59.
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy