________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ (સાંખ્યયોગ-ન્યાયવૈશેષિક-બૌદ્ધ-જૈન-કેવલાદ્વૈત વેદાન્તદર્શન) - વસંત પરીખ पुरा यत्र स्रोतः पुलिनमधुना तत्र सरितां / विपर्यासं यातो घनविरलभावः क्षितिरुहाम् / बहोर्दृष्टं कालादपरमिव मन्ये वनमिदं / निवेशः शैलानां तदिदमिति बुद्धिं द्रढयति // - भवभूति, उत्तररामचरितम्, 2-27 પહેલાં જ્યાં નદીઓનો પ્રવાહ હતો ત્યાં અત્યારે રેતાળ કિનારો વિસ્તરીને પડ્યો છે. જે ઘેઘૂર વૃક્ષો હતા અને જે આછેરા છોડ વગેરે હતા, તેમની સ્થિતિ પણ ઉલટસૂલટ થઈ ગઈ છે. લાંબા સમય પછી જોયેલું આ વન જાણે કે સાવ બદલાઈ ગયું હોય તેમ લાગે છે, પરંતુ પર્વતોની સંસ્થિતિ આ એ જ વન છે તેવી બુદ્ધિને દઢ કરે છે.