________________ મારા અંગ્રેજી અને મરાઠી પુસ્તકના પ્રકાશન પછી તેના વિશે જે ટીકા ટિપ્પણ થયાં છે તેમાં બે પ્રકારનાં વલણ દેખાય છે. ઘણાખરા વિવેચકે અને વાચકેએ વિદૂષકનાં વિવિધ પાસાંઓનું મેં જે રીતે વિલેષણાત્મક, સાંગોપાંગ વિવરણ અને નિરૂપણ કર્યું છે તેની કદર કરી છે. ભુવનેશ્વરમાં મળેલી અખિલ ભારતીય પ્રાગ્ય વિદ્યા પરિષદના સંરકત વિભાગના અધ્યક્ષશ્રીએ તેમના વ્યાખ્યાનમાં કહ્યું છે કે વિદૂષક સંશોધન માટે એક નવી દિશા ખોલી આપે છે. ભારતમાં પ્રવાસ કરતી હોલેન્ડની એક વિદૂષીએ તેમના પત્રમાં મને જણાવ્યું છે કે “વિદૂષક” સર્વાગ સંપૂર્ણ હેઇને એ પાત્ર વિશે હવે વધુ કશું કહી શકાય તેમ નથી. ડે. બલદેવ ઉપાધ્યાય જેવા વિદ્વાને પણ વિદૂષકની પ્રમાણભૂતતા અને સભર માહિતીની પ્રશંસા કરી છે. જે બીજું વલણ છે તે વિદૂષકના મૂળ સ્વરૂપ વિશેના મારા મત સાથે અસંમતિ દર્શાવે છે. એમાનાં કેટલાક મતભેદને તે સ્થાપિત મતની વિરુદ્ધના કેઈપણ વિચારને ઉતારી પાડવાના પ્રયત્ન તરીકે ઘટાવી શકાય. પણ તે ઉપરાંત જે કેટલાક પ્રામાણિક મતભેદ છે તે વિદૂષક મૂળે અસુરનું પાત્ર રજૂ કરતું હોવાના મત પરત્વે છે. આ ટીકાકારે “અસુરનું પાત્ર અને “અસુરના પાત્રની નાટયગમાં રજુઆત” એ બે વચ્ચેનો ભેદ સમજ્યા. નથી. એ બે વિભાવો મૂળભૂત રીતે જુદા છે. અસુરનું પાત્ર દુષ્ટ તથા ધાક અને ભય પેદા કરે તેવું હોય એમાં સહેજે શક નથી. ખરેખર અસુર કેઈ પણ રીતે હાસ્યોત્પાદક, રમુજી કે રંગીલે નથી હોતો. અને એ રીતે ખરેખર અસુરની સાથે કેઈ હાસ્યરસિક પાત્રને જોડવાને કેઈને સ્વપ્ન પણ ખ્યાલ ન આવે. પણ રંગમંચ ઉપર અસુરનું પાત્ર કઈ રીતે ભજવાય એ સાવ જુદી જ ચીજ છે. “ભરત નાટ્યશાસ્ત્રમાં આપેલી પ્રથમ નાટય પ્રયોગળાના અસુરોના. રેષની અને વિદનો ઊભા કરીને ખેલને બગાડવા તેઓ તત્પર થયાની વાત ભલે એક કપનાને તરંગ હોય, તે છતાં તે એક અંતર્ગત સત્યની સૂચક છે. અસૂરો. રોષે ભરાયાનું દેખીતું કારણ એ હતું કે નાટય પ્રવેગમાં અસુરોને પરાજય અને દેવોને વિજય નિરૂપાયે હતો. પણ એથી બીજું ઘણું વધારે પણ હેય. આપણે એવી સંભાવના વિચારી શકીએ કે અસુરના પાઠ ભજવતા ભારતના નાએ તેમને હાસ્યાસ્પદ ને કઢંગી રીતભાતવાળા રૂપે રજૂ કર્યા હોય, જેથી કરીને દેવ અને ઈતર તટસ્થ પ્રેક્ષકોમાં ભારે હસાહસ થઈ છે. તેમના પરાજયની ભજવણી કરતાં વિશેષ તે આ જે તેમની ઠેકડી ઉડાવી તેથી અસુરે. રુષ્ટ થયા હોય. અસુરના પાત્રની આ પ્રકારની હાસ્યરસિક રજૂઆત કે હાસ્યાસ્પદ ભજવણીની સાથે હું વિવકને જેડું છું. અસુરના પાત્ર સાથે આને કશે.