SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 128 વિદુષક પણ તેણે જ આપી છે. ચોથા અંકની શરૂઆતમાં તે માલવિકાના કારાવાસ વિશે કહે છે. તેને લીધે કથાવિકાસમાંના મહત્વના મુદ્દાઓ આપણને જાણવા મળે છે. છેલ્લા અંકમાં માલવિકાએ વિવાહવસ્ત્રો પહેર્યા છે એમ તે કહે છે. તે ઉપરથી છેલ્લા દશ્યની કલ્પના કરી શકાય. વિક્રમોર્વશીયના બીજા અંકની શરૂઆતમાં જ માણવક પ્રવેશે છે. તેની પાસેથી રીજ અને ઉર્વશીના પ્રેમની હકીક્ત આપણને જાણવા મળે છે. ત્રીજા અંકમાં વિદૂષક રાજાને સફટિકમણીના સોપાન ઉપરથી મણીહર્યાની અટારી ઉપર લઈ જાય છે, અને ચંદ્રોદય તરફ તેનું ધ્યાન ખેંચે છે. આ ઉ૯લેખ દ્વારા રંગસ્થળ અને કાળનું સૂચન થાય છે. પાંચમાં અંકમાં વિદૂષકના સંવાદમાં બની ગયેલ ઘટનાઓનો નિર્દેશ છે, નાયકના પ્રવેશની સૂચના છે, અને ગંગા-યમુનાના સંગમ પાસેના રાજાના શમિયાના ઉલ્લેખ છે. શાંકુતલના બીજા અંકમાં પ્રારંભમાં જ વિદૂષકની સ્વગતોક્તિ આપણને સાંભળવા મળે છે. તેમાં દુષ્યન્તના શિકારનું વર્ણન છે, તેમજ તેના શકુંતલા વિશેના પ્રેમની માહિતી છે. સ્વગતોક્તિને અંતે તે દુષ્યન્તને પ્રવેશ સૂચવે છે. પાંચમાં અંકની શરૂઆતમાં વિદૂષક હંસપાદિકાના ગીત તરફ દુષ્યન્તનું ધ્યાન દેરે છે, તે ઉપરથી પ્રેક્ષકોને રંગસ્થળ અને કાળની સુચના મળે છે. છઠ્ઠા અંકમાં માઢવ્ય દુષ્યન્તને પ્રમદવનમાં માધવીલતામંડપ તરફ લઈ જાય છે. “પ્રિયદર્શિકામાં બીજ અંકની શરૂઆતમાં વિદૂષક રાજાનું આગમન સૂચવે છે, અને ત્યાંના રંગસ્થળ–ધારાગૃહ ઉદ્યાનનું વર્ણન કરે છે. કમળ તેડતી નાયિકા તરફ તે રાજાનું ધ્યાન ખેંચે છે. ત્રીજા અંકમાં વિદૂષક પાસેથી આપણે રાજના પ્રેમની હકીક્ત જાણીએ છીએ. વિદૂષક નાયિકાની શોધ કરવા નીકળે છે, એ ઉલ્લેખ દ્વારા રંગથળની આપણને જાણ થાય છે. “રત્નાવલીના પહેલા અંકમાં મદન મહોત્સવનું અને મકરંદ ઉદ્યાનનું વર્ણન મેટે ભાગે વિદૂષકે જે કર્યું છે. બીજા અંકમાં રાજાની પ્રિય લતા ઉપર જાદુઈ અસરને લીધે ફૂલે ખીલ્યાં હોવાના સમાચાર તે આપે છે. તે રાજાના આગમન વિશેનું, અને પછીના દસ્યનું સૂચન કરે છે. રાજા અને વિદૂષક ફરતા ફરતા કદલીગૃહ પાસે આવે છે, અને ત્યાં નાયક-નાયિકાનું મિલન થાય છે. ત્રીજા અંકનાં વિદૂષકનાં વાક્યો ઉપરથી કથાને મહત્ત્વનો ભાગ સમજાય છે. તે સંધ્યાકાળનું વર્ણન કરે છે, તે ઉપરથી નાટયઘટનાને સમય સ્પષ્ટ થાય છે. એ અંકમાં વિદુષક વેષાંતર કરેલ રાણીને, સાગરિકા સમજી લઈ આવે છે. ચોથા અંકના પ્રવેશકમાં વિદૂષકના ભાષણ દ્વારા કથાની મહત્વની ઘટનાઓ જાણવા મળે છે. “નાગાનન્દીમાં આત્રેયના વાક્યો દ્વારા આપણને નાયકની પરિસ્થિતિને ખ્યાલ આવે છે. આત્રેયે કરેલ વર્ણમાં મલયપવન, પવન, તથા દેવાલયને સમાવેશ થાય છે, તેમજ તે દ્વારા બદલાતાં
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy