SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ઈ.સ. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટીએ “સંસ્કૃત નાટકમાં વિદૂષક' એ વિષય સંશોધનાત્મક નિબંધ માટે જાહેર કર્યો, ત્યારે તે તરફ મારું ધ્યાન ગયું. તે વખતે અંગ્રેજીમાં લખાયેલા મારા નિબંધને વિશ્વનાથ નારાયણ મંડલિક સુવર્ણ - પદક અને પારિતોષિક’ પ્રાપ્ત થયું. પ્રસ્તુત નિબંધ પ્રકાશિત થાય તે માટે મેં ઘણા વર્ષો પ્રયત્ન કર્યો, પણ હું સફળ ન થઈ શક્યો. તેથી મને તે વિશે ઉદાસીનતા ઉત્પન્ન થઈ. પરંતુ, ઈ. સ. ૧૯૫૦ના ઉનાળામાં મારા ભાસવિષયક સંશોધનને નિમિત્તે મને અનંકુલમ જવાને પ્રસંગ પ્રાપ્ત થયો. ત્યાં ચિનના મહારાજા હિઝ હાયનેસ શ્રી રામ વર્મા સાથે પરિચય થવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. મહારાજાસાહેબ સંસ્કૃતના પ્રગાઢ પડિત હેઈ ન્યાય અને સાહિત્ય એ તેમના મુખ્ય વિષયો છે. તેમની સાથે કેટલાક મુદ્દાઓ લઈ મેં ચર્ચા કરી, અને મહારાજા સાહેબની કૃપાથી કેરળના પારંપરિક નટવ–શાક્યાર- દ્વારા પ્રસ્તુત જુદા જુદા તંત્રોવાળાં બે સંસ્કૃત નાટકે મને જેવાં મળ્યાં. આ નાટયપ્રગો જેવાથી ભાસના નાટ્યતંત્ર વિશે મને નવું જાણવા મળ્યું. આપણી જુની પરંપરામાં જે પ્રમાણે સૂત્રધાર મુખ્યતઃ નાટક રજૂ કરે છે, તે પ્રમાણે કેરળ રંગભૂમિ ઉપર વિદૂષક એ કામ કરે છે. વિદૂષક સાથે સંકળાયેલા પ્રશ્નોના ઉકેલ માટે મને કેરળ રંગભૂમિ ઉપરનો આ સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે. ગયાં પાંચ-છ વરસ ભરતના નાટયશાસ્ત્રને ઝીણવટભર્યો અભ્યાસ કરતાં મને આ વિશે બીજી કલ્પનાઓ સૂઝી. એ બંનેના પરિણામે મારું ધ્યાન ફરી વિદૂષક તરફ ખેંચાયું, અને પાંચ-છ વરસના અધ્યયન બાદ વિદૂષક વિશે ઘણીયે નવીન વાત કહી શકાય એવું મને લાગ્યું. પ્રસ્તુત ગ્રંથ મારા આ સંશાધનપ્રયત્નનું ફળ છે. વિદૂષકનો અભ્યાસ કરતી વખતે, તેના ઉદ્દગમ અને વિકાસને સૌથી મહત્વને પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ઉપલબ્ધ સાહિત્યના પ્રાચીનતમ નાટકોમાં પણ વિદૂષકનું ચિત્રણ સાંકેતિક સ્વરૂપનું હોવાને લીધે વિદૂષકની ઉત્પત્તિને પ્રશ્ન સંસ્કૃત નાટકની ઉત્પત્તિ સાથે સંકળાયેલો હોવો જોઈએ એવું ઘણાખરા વિદ્વાને માને છે. તેથી નાટકની ઉત્પત્તિ સાથે વિદૂષકની ઉત્પત્તિ સમજાવવાને તેમણે પ્રયત્ન કર્યો. તેમણે વ્યક્ત કરેલા વિવિધ મતે ડે. કીથે પિતાના
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy