SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 184 હું આત્મા છું રાજર્ષિ પ્રસન્નચંદ્રજીએ માત્ર અંતમુહુતમાં આ બને છેડાની શક્તિઓ જગાડી લીધી. પરભાવમાં વહેતી ચેતનાએ આત્માનાં અસંખ્ય પ્રદેશ વિલસતા વીર્યને એવું જબરદસ્ત ફ્રાયમાન કર્યું કે નરકની સોપાન શ્રેણએ ચડવા માંડ્યા પણ પરમાંથી વૃત્તિ પાછી ફરી, સ્વનાં લક્ષ્ય પરિણત થવા માંડી કે વીર્યનાં પ્રવાહે રાહ બદલી નાખે. એ જ વીર્યશક્તિએ, વિભાવમાંથી નિવૃત્તિ લીધી અને કર્મોને નાશ કરવા માંડ્યો તે સર્વ ઘાતિ કર્મોને ક્ષય પણ અલ્પ સમયમાં કરી લીધે. અધ્યાત્માગી આનંદઘનજી મહારાજ પણ આત્માનાં અનંતવીર્યનાં ઉલ્લાસથી થતી યેગશક્તિની નિષ્ફળતા વિષે બતાવે છે - ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, ગક્રિયા નવિ પેસે રે, ગતણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે વીર.. આત્મામાં જ્યારે ઉત્કૃષ્ટ વીર્ય ઉલ્લસિત થઈ ઉઠે છે ત્યારે મન, વચન, કાયાની યેગશક્તિ તેમાં પ્રવેશ પામી શક્તી નથી અર્થાત્ અનંત વીર્યનાં સ્કૂરાયમાન થવાથી આત્માની પરિણામધારા એટલી વિશુદ્ધ બનતી અતિ ત્વરાએ આત્મા ગુણસ્થાનનાં વિકાસમાં આગળ વધી જાય છે. તેથી ગની ક્રિયા મંદ પડવા માંડે છે. કર્મને ગ્રહણ કરવા રૂપ યોગને વ્યાપાર બંધ થવા માંડે છે. લેશ્યા પણ નષ્ટ થવા માંડે છે. ઉત્કૃષ્ટ આત્મવીર્યથી આત્મા અાગી, અકિય અને અલેશી બની જાય છે. યેગોને પ્રભાવ આત્મા પર હવે રહેતું નથી તેથી યોગો સ્થિર થઈ જાય છે. અને એ સ્થિર થતાં આત્મા પણ સ્થિર થઈ જાય છે. અર્થાત્ સગી આત્મા અગી બની જાય છે. સર્વ પુદ્ગલને સંગ છૂટી જાય છે. આત્મા તથા પુદ્ગલ બંને દ્રવ્ય સ્વતંત્ર બની જાય છે. આત્માને મોક્ષ થઈ જાય છે શિષ્યની દષ્ટિ માત્ર પ્રવૃત્તિ પર જ છે. તેથી એ ગુરુદેવને કહી રહ્યો છે કે શુભ અને અશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલે જીવ, પુણ્ય અને પાપ કર્મ ઉપાર્જન કરતા રહે છે. અને તેના ફળ સ્વરૂપ સ્વર્ગ-નર્ક આદિમાં ફર્યા કરે છે. આની આદિ નથી દેખાતી તે અંત પણ નથી
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy