SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સમયમાં ધનેશ્વરસૂરિના “શત્રુંજય માહાભ્યના લખાણ પ્રમાણે, જેનેનું મહાતીર્થ ગણાયું અને તેઓનું કેન્દ્ર થયું. શ્વેતાંબર-દિગંબર ઝગડા તે ચાલુ જ હતા. પણ તે ચર્ચા અત્રે આવશ્યક નથી. શ્વેતાંબરેએ ગુજરાતમાંથી દિગંબરેનું બળ ઈ. સ.ની ૧૧મી અને ૧૩મી સદી વચ્ચમાં ઘટાડી દીધું. પણ મૈત્રકના સમયમાં બન્ને પક્ષે હતા, અને દિગંબરો વિશેષ પ્રમાણમાં હતા તેમ જણાય છે. મૈત્રકોના સામંત દદૂ અને જયભટ ગુર્જર રાજાઓએ પ્રશાન્તરાગ અને વિતરાગનાં બિરુદ ધારણ કર્યા હતાં તેથી સમજાય છે કે તેઓ જૈન ધર્મના પણ અંશતઃ અનુયાયી હશે. પણ મૈત્રકનાં મળેલાં સામટાં તામ્રપત્રોમાંથી એક પણ જૈનેને દાન દીધાનું મળ્યું નથી, સૂર્યોપાસનાઃ ઈરાનીએ સૂર્યપૂજક હતા. અને મૈત્રકે પણ તે તરફથી આવતા હતા તેથી સૂર્ય પૂજક હતા તેમ જણાય છે. મિત્રને અર્થ જ સૂર્યપૂજક જે થાય છે. તેથી જ જૈન મુનિઓએ તેની સૂર્યકુંડની વાત લખી છે. વલ્લભી રાજાઓ સૂર્ય પૂજક હતા, પણ તેઓ પૈકીના ધરપત એકલાએ જ પિતાને સૂર્યપૂજક ગણાવ્યા છે. પણ તેઓનાં નામ સાથે જોડવામાં આવેલ “આદિત્ય પ્રત્યય બતાવે છે કે તેઓ સૂર્યપૂજક હતા તથા સૂર્યમંદિરને તેમણે દાન આપ્યું છે. તે સિવાય મિત્રકે ઘરમાં ખાનગી સૂર્ય પૂજા કરતા હશે તેમ અનુમાન થાય છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં અનેક સૂર્યમંદિર છે. તે તેમના કાળમાં બંધાયાં હોવાનું સમજાય છે. ગમે તેમ પણ સૂર્ય પૂજા એ સમયમાં પ્રચલિત હતી તે નિર્વિવાદ છે. ઇસુની પાંચમી સદીમાં દશપુરમાં દીસરમિનું મંદિર બંધાયેલું. તેના બાંધનારા રેશમી વણાટ કરનારા હતા. તે પછી ગુર્જર રાજા દ૬ અને રણગ્રહ છઠ્ઠી અને સાતમી સદીમાં સૂર્ય પૂજક હતા તેમ જણાય છે. સૌરાષ્ટ્રમાં ઊનામાંથી ચૌલુકય બળવર્મા અને અવન્તિવમ 2 જાએ ઈ. સ. ૮લ્માં તરુણાદિત્ય નામના સૂર્યમંદિરને ભૂમિદાન આપ્યું હતું તેનું તામ્રપત્ર મળેલું છે. 1. હેમચંદ્રાચાર્યના સમયમાં. 2. કદાચ જેનોએ દાન લેવાનું સ્વીકાર્યું નહિ હોય. 3. પ્રભાસપાટણ એકમાં જ પાંચ મંદિર છે. તથા આજુબાજુનાં ગામડાંઓ ઉબાખેરાસા-સુત્રાપાડા વ. સ્થળે સૂર્યમંદિરો છે. 4. આ મંદિર ચૌલુક્ય કાળનાં હોવાનું માનવામાં આવે છે. (ડૉ. કન્ઝીસ તેને ૧૪મી સદીમાં મૂકે છે.) થાનનું સૂર્યમંદિર કાઠી બુટડા લાખાના પુત્ર સિંહે ઈ. સ. ૧૭૭૬માં બંધાવ્યું છે. 5. ડે. સાંકળિયા (આર્કીઓલેજ ઓફ ગુજરાત) 6. આવા અનેક પુરાવા છે. પણ તે ગુજરાતના છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy