SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વલભી સામ્રાજ્ય ગણાવે છે. એટલે કેમ. જાણે ભુવડે સૌરાષ્ટ્ર પણ જીત્યું હોય ! ભુવડને પરાજિત કરવામાં તે શા માટે સૌરાષ્ટ્રમાં રખડતો હોય તે સમજાતું નથી. ભુવડ : ભુવડે માત્ર શંકર કવિએ તેના રાજા તથા દેશનાં વખાણ કર્યા તેથી જ ઉશ્કેરાઈ ચડાઈ કરી તે સંભવતું નથી. પરંતુ તેમાં બીજાં કારણ છેવાં જોઈએ. એમ જણાય છે કે કાજરાજ રાષ્ટ્રકૂટ આમ (4) રાજાએ પિતાને બ્રાહ્મણ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો અને પિતાની એક પુત્રી વલ્લભી રાજા પ્રભટ (શીલાદિત્ય ૭મે) અને બીજી લાટના રાજાને પરણાવી અને તેઓને પણ બૌદ્ધધમી બનાવ્યા. શીલાદિત્યની રાણીનું નામ રત્નગંગા હતું. તેને ગુજરાત કરિયાવરમાં આપ્યું. ગુજરાતના ગુર્જરવંશી રાજાઓએ બ્રાહ્મણને દાનમાં આપેલી ભૂમિ ઉપર વલભી રાજાએ કર નાખે. તે માટે તેઓ કનોજ ગયા, પણ કેઈએ સાંભળ્યું નહિ. તેથી, તેઓ પંચાસર આવ્યા, ત્યાં જયશિખર વા જયશેખરને મળ્યા. તે બ્રાહ્મણધમી હતા. તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી ગુજરાત જીતી લીધું. તેથી પ્રભટ (વલ્લભી) રાજાએ કનાજની સહાય માગી અને તેણે મેટી સેના લઈ પંચાસરને ઘેરે ઘા. પંચાસર પડયું અને જયશિખર મરાયો. ભુવડ કદાચ કનાજના રાજાના કહેવાથી આવ્યું હશે. 1() વિ. સં. 1133 (ઇ. સ. 1076) અને સં 1183 (ઇ. સ. 1126) દરમ્યાનમાં દક્ષિણના કલ્યાણનગરમાં ચૌલુક્ય (સોલંકી) રાજા વિક્રમાદિત્ય છ રાજ્ય કરતે હતો. (ગૌ. હી. ઓઝા.) (6) મદ્રાસ રાજ્યમાં વિશાખાપટમ જીલ્લાના જયપુર રાજ્યમાં ગુણપુર તથા મેડયુલા હજી પણ સોલંકીના છે. (8). લુણાવાડા-પેથાપુર, રેવા, કોઠ, ગાંગડ, સાણંદ, સૌરાષ્ટ્રમાં બંધિયા (ગાળ) ભીમાનું ગામ (હાલાર) હજી પણ વાઘેલા સોલંકીઓનાં છે. તેઓનું મૂળ નિવાસસ્થાન લકેટ (લાહોર) હતું. દક્ષિણના સોલંકીઓને મૂળપુરુષ જયસિંહ ઈ. સ. ૫૦૭માં રાજ્યપતિ થયો હતો, જે મૂળરાજ સોલંકીને મૂળપુરુષ હતા. ચૌલુક્ય (સોલંકી)ની 16 શાખાઓ છે. (ટડ રાજસ્થાન 1 ) ગુજરાતના કલચુરી રાજા બુદ્ધરાજને ૭મી સદીના પ્રારંભમાં ચાલુકય રાજા મંગલસેને હરાવ્યા હતા અને તે દક્ષિણ ગુજરાતને રવામી બન્યો હતો. તે જ વંશના પુલકેશી રાજાએ મહારાજા હર્ષવર્ધનને પાછા ફરવા ફરજ પાડી હતી (ઇ. સ. 630). તે વંશનું રાજ્ય નવસારીમાં ઈ. સ. 739-740 લગભગ વતંત્રપણે રહ્યું; અને ઇ. સ. ૭૪રમાં ખલીફા હાસમના સેનાપતિ જુનાઈદને પણ પુલકેશી જનાશ્રયે હરાવ્યો હતે. ઉત્તરમાં તેઓનાં ઘણું રાજ્ય હતાં. તેના રાજાઓ બલવર્મા અને અવનિવર્મા હતા. ભુવડ એ પ્રકારે આખા ભારતના ઉત્તરદક્ષિણમાં ફેલાએલા સોલંકી રાજ્યોમાંના એક કલ્યાણનગરને રાજા હતા. 2. શ્રી. વૃજલાલ કાલિદાસ શાસ્ત્રી (રાસમાળા ભાષાંતર ): આ વાત કાંઈ સમજાતી નથી. ભુવડ સોલંકી હતા, કલ્યાણપુરને હતે. વળી આ સમયમાં પ્રવભટ ગાદી ઉપર આવ્યું ન હતું.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy