SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ " એના સમયમાં તેના પિતામહ (ખરગ્રહ 1 લા)ના ભાઈને પુત્ર ડેરભટ હયાત નહિ હોય અને તેના પુત્ર શીલાદિત્ય, ખરગ્રહ 2 જે તથા ધુવસેન, દૂતક તરીકે જુદા જુદા પ્રાન્તમાં નિમાયેલા હશે તેમ જણાય છે, એટલું જ નહિ પરંતુ ખેટક(ખેડા) જેવા દૂરના સ્થળે તેણે રાજ્યપુત્રી ભૂપાને દૂતક નમી હતી. એક સ્ત્રી આવા જવાબદારીભર્યા હોદ્દા ઉપર નિમાઈ હોય તે કદાચ ઈતિહાસમાં આ પહેલે પ્રસંગ છે. આ સિવાય તેના સામ્રાજ્યના કે અંગત જીવનના પ્રસંગે કાંઈ સેંધાયા હોવાનું જણાતું નથી. ધુવસેન 3 જે : (ઈ. સ. 650 થી 654) ધરસેન 4 થા પછી શીલાદિત્ય ર જે કે જેના “પિતામહના ભાઇના પુત્રને પુત્ર” થતે તે કુટુંબપ્રણાલિકા વિરુદ્ધ કનિષ્ઠ ભાઈ હોવા છતાં ગાદીએ આવ્યું. મહારાજા ધરસેન 3 જા ના સમયમાં તે ખેટક–ખેડામાં દૂતક હતે. આ છે તેના સમયના નેંધવા યોગ્ય કાંઈ પ્રસંગે જાણવામાં આવ્યા નથી. તે ગાદીએ આવ્યું ત્યારે વૃદ્ધ વયને પ્રાપ્ત કરી ચૂક્યા હતા અને માત્ર ચાલુ રાજ્યતંત્ર વહન કર્યા સિવાય કાંઈ કર્યું હોવાનું જણાતું નથી. ખરગ્રહ 2 m : ઈ. સ. 654 થી 659. શીલાદિત્ય પછી “ધર્માદિત્ય” નામ ધારણ કરી પરગ્રહ 2 જે ગાદીએ આવ્યો. તેના સમયથી ચકવર્તીનું બિરુદ બંધ પડવું જણાય છે. તેથી વલભી સામ્રાજ્યની સત્તા ઓછી થતી જતી હતી તેમ જણાય છે. તે પરમ માહેશ્વર હતે. અને દાન આપવામાં પૂર્વજોની પ્રણાલિકાને અનુસર્યો હતો. ખરગ્રહ પણ વૃદ્ધાવસ્થામાં ગાદીપતિ થયું હતું અને માત્ર પાંચ વર્ષ રાજ્ય ભેળવી ગુજરી ગયે. ખરગ્રહ ધર્માદિત્ય ધ્રુવસેન 3 જાને ભેટેભાઈ હ; છતાં તે ગાદીએ કેમ 'આ તે સમજાતું નથી. કદાચ બંડ કરીને આવ્યો હોય, કદાચ રાજ્યનું વાતાવરણ એવું હોય કે નાનાભાઈને ગાદી આપવી પડી હોય, પરંતુ શીલાદિત્ય ૪થાના સં. 1. તામ્રપત્ર સદર. સં. ૩૩૪-સં. 326 શીલાદિત્ય, ધરસેન 3 જે દૂતક હતે. જુઓ સં. ૩૩૦નું તામ્રપત્ર, 2. તામ્રપત્રો સદર. સં. 330 ભૂપ ધ્રુવસેન ૩ના ભાઈ સેનાગજની પુત્રી હશે અથવા સામંતને પરણાવી હશે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy