SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વલભી સામ્રાજ્ય પણ આ સમયમાં ગુજરાતમાં લાટ પ્રદેશના ગૂર્જર રાજાએ બળવત્તર થતા 1. વલ્લભી રાજાઓએ ગૂજરને જીત્યા હતા તેમ જણાય છે; પણ તેઓને સંબંધ સાવ ખંડિયા જે નહીં પણ આણ માને તેના મિત્રો જેવો હશે. ગૂજરે આ દેશમાં હુણે આવ્યા તે કાળમાં આવ્યા અને આ દેશને ગુજરાતનું નામ આપ્યું; પણ આ લાટ રાજાએ પિતાને “ગૂજર નૃપતિવંશ”ના કહેવરાવે છે. તેથી અનુમાન થાય કે તેઓ ગુજરાતના રાજાઓ હતા પણ ગૂજર ન હતા. ગુજરાત મધ્ય એશિયામાંથી આવ્યા અને પંજાબમાં રહ્યા. ત્યાં તેઓનાં સ્થાપેલાં નગર, ગુજરાત, ગુજરાનવાળા, ગુજરમાન, વગેરે હજી વિદ્યમાન છે. [શ્રી. ભાંડારકરગુજ રો-બોમ્બે બ્રેન્સ રોયલ એસીયાટીક સોસાયટી જર્નલ વ. 21 : તથા અન્ય શિલાલેખ કાફને ઘાટીલાને તથા ભેજાના દોલતપુર લેખ: ઇન્ડીયન એન્ટીકરી વેલ્યુમ. 4H ડે. સાંકળિયા આકોલેજ ઓફ ગુજરાત : આ ગુજર વંશમાં એક રાજ દદ થયો. તેને વંશ નીચે પ્રમાણે ચાલે. : ડે. સાંકળિયા આર્કીઓલોજી ઓફ ગુજરાત] દદ 1 લો સામન્ત 580 ઈ. સ. જયભટ્ટ વીતરાગ 605 ઈ. સ. દદ રજે પ્રશાન્તરાગ ક૨૯-૬૪૧ ઈ. સ. રણગ્રહ ઇ. સ. 641 જયભટ્ટ રજે ધરાધર 55 ઈ. સ. શ્રી. આચાય પ્રમાણે . જયભટ્ટ 2 જે (ધાધર) 706 ઈ. સ. દ૬ ૩જે બાહુસહાય ઈ. સ. 680 જયભટ્ટ ૩જો મહાસામતાધિપતિ 704 ઇ. સ. અહિરલ અહિરેલ મહાસામંતાધિપતિ 725 ઇ. સ. જ્યભટ્ટ ૩જે 736 ઈ. સ. જ્યભટ્ટ મહાસામંતાધિપતિ છ૩૪ ઇ. સ. શ્રી. આચાર્ય તેમના ગુજરાતના ઐતિહાસિક લેખોના સંગ્રહ ભા. ૩માં આ વંશાવળીમાં સામે બતાવ્યા પ્રમાણે આપે છે. પણ આપણે વિષયને તેની સાથે સંબંધ ન હોઈ તેની ચર્ચા કરવામાં આવતી નથી. આ ગૂર્જરે સામંતે હતા. હવે તે કેના સામંત હતા તે સિદ્ધ થતું નથી. ડે. સાંકળિયા માને છે કે તેઓ પ્રથમ કલચુરીના, પછી ગૂર્જર પ્રતિહાર અને પછી બદામીન ચાલુકાના હશે અને અંતમાં ઈ. સ. ૬૪૦માં વલ્લભીઓનાં પણ હશે. હું આ સાલ તેનાથી વહેલી મૂકું છું. કારણ માળવાના મહારાજા બુદ્ધરાજને ઈ. સ. ૬ર૯માં ધ્રુવસેન રજાએ જીત્યા પછી તેણે તરત જ ગુજરને પરાજય કર્યો હશે, કારણ હર્ષની ચડાઈ વખતે તે તેઓ તેમના મિત્ર હતા. હર્ષ ઈ. સ. ૬૩૫માં આવેલો. ગૂજરેની રાજધાની નંદીપુર (દદ)માં હતી. ડો. બુહાર ભરૂચ પાસે ઉજજડ નંદીપુરને કિલ્લે છે તે ગણે છે. તેના રાજ્યવિસ્તારની સીમા ઉત્તરે મહી, દક્ષિણે તાપી, પૂર્વે સંખેડા અને પશ્ચિમે ખંભાતના અખાત હતી. તેઓને ચૌલુકયે તથા વલ્લભી રાજાઓ સાથે સંબંધ સારે હતા. વલ્લભી રાજાની બહેન દુદ્રા ગૂજર રાજાની રાણી હતી. તેથી મિત્ર અને ગૂજરે વચ્ચે લગ્નવ્યવહાર હતો તેમ જણાય છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy