SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 12 સૌરાષ્ટ્રને ઇતિહાસ ગણાવ્યા નથી. વળી કનલ ડે મેવાડના રાજકુલના વર્ણનમાં લખ્યું છે કે “આ વાત સત્ય છે કે નહિ તેના પ્રત્યક્ષ સાક્ષીઓ વલ્લભીની દીવાલે છે.”૧ શ્રી. ઓઝા કહે છે કે આ લેખ મેવાડના રાજાઓનો નહિ પણ અજમેરના રાજા સોમેશ્વરનો વિ. સં. 1216H ઇ. સ. ૧૧૭૦નો છે. તેમાં “વલભી” શબ્દ છે. પણ તેને અર્થ વલ્લભીપુર નહિ પરંતુ “અરેખા” થાય છે તે આખું વાકય વાંચવાથી સમજાશે. “વિગ્રહરાજે (વિશળદેવ 4 થો) ઢિલિકા (દિલ્હી) લેવાથી લાગેલે થાક અને અસિકા પ્રાપ્ત કરવાથી સ્થગિત થયેલા પોતાના યશને પ્રતિલી (ઠાર) અને વલભી (ઝરેખા)માં વિશ્રાંતિ આપી. प्रतोल्यां य पलभ्यां च येन विवामितं यश:। ढिल्लिका ग्रहणश्रांत मासिकाला भलंभितं // જૈન યતિ માને વિ. સ. 1734 (ઈ. સ. ૧૬૭૭)માં મહારાજા, રાજસિંહ પહેલાંના રાજ્યમાં “રાજ વિલાસ” નામનો કાવ્યગ્રંથ લખે છે. તેમાં લખ્યું છે” પશ્ચિમ દિશા પ્રસિદ્ધ દેશ સેરઠધર દીપત નગર વલ્લીકા નાથ જંગ કરી આસુર જીપત.” 1 ટોડ રાજસ્થાન, અધ્યાય 1 લે. ' 2. ઉદયપુરકા ઇતિહાસ ગૌ. હી. ઓઝા. બીજોલીયાનો શિલાલેખ ગુહસેન પરમ માહેશ્વર હતો. એટલે શિવભકત હતું. તેના રાજ્યકાળમાં બૌદ્ધ લેકેનું પરિબળ સારા પ્રમાણમાં હતું. પણ પ્રજાને એક વર્ગ અને ખાસ કરીને બ્રાહ્મણે તેના પ્રબળ વિરોધી હતા, એટલે વલભી રાજાઓએ તેમનું પરિબળ તેડવા આનંદનગર વગેરે સ્થળોએ જુદા જુદા વિદ્વાન બ્રાહ્મણેને જમીને આપી વસાવ્યા.૧ પરંતુ પ્રજાને એક વર્ગ તે ધર્મ પાળતું હતું તેની ઉપેક્ષા કેમ કરી શકાય એ ન્યાયે તેણે બૌદ્ધોને ધાર્મિક સ્વતંત્રતા આપી અને તેમના વિહારના ખર્ચ માટે ગામ પ્રદાન કર્યા. એટલું જ નહિ પણ બૌદ્ધ ધર્મ પાળનારાઓને તથા તેની સાથે સંબંધ ધરાવનારાઓને કઈ ખેતી કરવા દેતું નહિ અને તેમાં લેકે હરકત કરતા 1. વલ્લભીનાં તામ્રપત્રોમાં બ્રાહ્મણને દાન દીધા સિવાય બીજી ખાસ વસ્તુ આવતી નથી. આ દાન વેદના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણોને બહારથી બેલાવી, વસાવી, તેમની આજીવિકા માટે આપ્યાં છે. તેમાં તેમને ઉદ્દેશ બૌદ્ધ લેકે ઉપર અંકુશ રાખવાને તથા બૌદ્ધ ધર્મને થતો ફેલાવો અટકાવવા માટે હોવાનું સ્પષ્ટ જણાય છે. 2. જુઓ સં. 246 (ઈ. સ. 365) નું તામ્રપત્ર-આનુમંછ–પિમ્પલ રૂખરી વચ્ચે. આવેલું સમી પટવાટક-માલીકંગ-સંગમાનક–દેતકઆહાર–ગામે દુદાએ બંધાવેલા વિહારના ખર્ચ માટે આપ્યા. (શ્રી. આચાર્ય હી. છે. ગોફ ગુજરાત, ભાગ 1)
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy