SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્ત સામ્રાજ્ય અપનાવ્યા. અહીં કેટલાક શકે બૌદ્ધ ધર્મ પાળતા પણ થયા; નાહપાને ભારતનાં પવિત્ર સ્થળની યાત્રા કરી. તે પ્રભાસ આવ્યું હતું. તેણે બૌદ્ધ ધાર્મિક સ્થળોમાં પણ દાન દીધાં હતાં. તેઓમાં અપવાદ સિવાય કઈ વૈષ્ણવ હતા નહિ તેમજ તે સંપ્રદાયને ઉત્તેજન પણ આપતા નહિ. | ગુપ્ત : ગુપ્ત રાજ્યવંશે પણ શકેની જેમ દરેક ધર્મને સહી લીધું હતું, તેઓને ઝોક વૈષ્ણવ ધર્મ તરફ વધારે હતે. જૂનાગઢનું દામોદરકુંડનું મંદિર, દ્વારકાનું જગત દહેરું એ તેમના અમલમાં બંધાયેલાં છે, છતાં તેના સમયમાં શૈવ સંપ્રદાય પૂરજોશમાં હતું. તે સમયમાં લાટ (મધ્ય ગુજરાત)માં પાશુપત સંપ્રદાય ફેલાયે હતો અને ત્યાં રાજા કૃષ્ણરાજ તે પિતાને પાશુપત કહેવરાવતે. પ્રભાસમાં પણ પાશુપત સંપ્રદાયનું જોર હતું. ચાલુક્ય રાજાઓ પણ શિવ સંપ્રદાયને અનુસરનારા હતા. ખંભાતના કુમારિકા ક્ષેત્રમાં કંદે તારકાસુરનો વધ કર્યો અને લિંગપૂજા પ્રવર્તમાન કરી (સ્કંદ પુરાણ બીજા સંપ્રદાયો : આ કાળમાં “અમરદક સનાતન” નામને ભૈરવ પૂજાને સંપ્રદાય પણ અસ્તિત્વમાં હતા, પણ તેનું વિગતવાર વર્ણન મળતું નથી. કાપાલિક સંપ્રદાય પણ અસ્તિત્વમાં હતું. તેની ચર્ચા આ પુસ્તકમાં અન્યત્ર કરી છે. ગણેશ–અંબા-કાલિકા વગેરેની પણ પૂજા થતી. અને પૂજા શરૂ થયા પછી તેના માહાસ્ય રૂપે જુદાં જુદાં પુરાણે લખાયાં હશે, તેવું અનુમાન અસ્થાને નથી. 2. Early History of Vaishnav Sect (H. C. Roy Chaw dhary). 2. કુમારપાળને પ્રભાસને લેખ તથા સારંગદેવના લેખ (પોર્ટુગલ સીટામાં છે) તેમાં કાશીને ગંડ બહસ્પતિ ધારા (ઉજન) માળવા, કાન્યકુજ વગેરે શિવને ગણુ નંદીશ્વર, પશુપતિની પૂજા કરતો. તેને પ્રચાર કરતાં સિંહ, ગુજરાતના મહારાજાને મળે અને પ્રભાસના દેવાલયને ઉદ્ધાર કરવા કુમારપાળને કહ્યું. તેમ કરી કુમારપાળે તેને મંદિરને પૂજારી ની. તેણે પાશુપત મતને ફેલાવો કર્યો. તે સમંદાય પાશુપત કેલકુલેશ કહેવાય છે. પણ સીંદ્રા પ્રશસ્તિથી જ્ઞાત થાય છે કે તેના આવ્યા પહેલાં પાશુપત સંપ્રદાય પ્રભાસમાં હતો. વિશેષ માટે સારનાથ પ્રકરણ જેવું. 3. પુરાણે ગુપ્તના સમયમાં લખાયા હેવાનું અનુમાન છે અને કંદ તે સ્કંદગુપ્ત ન હોય ? ગુપ્ત શિલાલેખમાં કુમાર, કાર્તિકેય અને સ્કંદના ઉલ્લેખ આવે છે, જ્યારે ચૌલુકા માત્ર કાર્તિકેય અને સ્વામી મહાસેનો ઉલ્લેખ કરે છે. (ડે. સાંકળિયા.)
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy