SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ મુગલ સામ્રાજ્ય 39 કવકિબી બખ્ત : દસ તેલાને ચાંદીના સિક્કો. કવકિકબી સયાદ : પાંચ તોલાને , જહાંગીરી : એક તોલાનો–સુલતાની અરધા તેલને-નિસાહી પા ! તોલાને તથા ખેર કયુમ પા તેલાના. ? આ સિકકાઓ સૌરાષ્ટ્રના ચલણમાં કદી પણ ચાલ્યા હોવાનું જણાતું નથી. વેપાર: શાહીયુગમાં વેપાર ખીલ્ય; પરદેશે સાથેના સંબંધ સુધર્યા આવકજાવકને વેપાર વળે. હુન્નરઉદ્યોગ : કચ્છના સાહસિક રામસિંહ માલમે ગુલામીમાંથી છૂટી, યુરોપના દેશમાં હુન્નરે શીખી, તેનું જ્ઞાન કચ્છમાં પ્રસરાવી અને ત્યાંથી પછી સૌરાષ્ટ્રમાં જાતજાતના સોનાચાંદીના દાગીના, હાથીદાંતનાં રમકડાં, ચડીએ, પીતળની બનાવટે, લાકડાની બનાવટે, રંગાટ, કાપડવણાટ, ચામડાની બનાવટે, શેતરંજીની બનાવટ, કાગળની બનાવટ વગેરે અનેક પ્રકારના ઉદ્યોગ ફેલાયા અને વિકસ્યા. ઈ. સ. ૧૮૨૦માં જામ રણમલજી બીજાના રાજમહેલ ઉપરથી ત્રણ નટે પાંખે બાંધી ઊડયા હતા, જેમાં બે નિયત સ્થળે પહોંચી શક્યા નહીં. ત્રીજે સફળતાથી ઠેબા ગામે ઊતર્યો. તેથી તેને ઠેબા આપ્યું. ઉડ્ડયનની કળા નટેએ સાધ્ય કરી હતી તેને એક સ્થળે ઉલ્લેખ છે. ખેતીવાડી : દેસાઈઓની સંસ્થા આ પ્રદેશમાં અને ખાસ કરીને સોરઠમાં વિકસી અને ખેડૂત તથા રાજ્યની વચ્ચે રહી દેસાઈઓ ખેડૂતને રક્ષણ આપતા. તેથી ખેતી સુધરી કપાસનું વાવેતર વધુ થવા માંડ્યું અને તેની નિકાસ પણ થવા માંડી. મુગલને બાગબગીચાને શેખ રાજાઓ અને પ્રજામાં પ્રસર્યો. જહાંગીરે ઈરાન, આમનિયા અને તુર્કસ્તાન વગેરે દેશમાંથી જાત જાતનાં ફૂલે મંગાવી તેને હિન્દુસ્થાનમાં પ્રચાર કર્યો. સ્થાપત્ય: મુગલ શહેનશાહે અન્યત્ર મહાન મકાને બંધાવ્યાં, પણ સૌર- - ષ્ટ્રમાં કઈ બંધાવ્યાં હોવાનું જણાતું નથી, તેમ હિન્દુ મંદિરને મજીદેના રૂપમાં ફેરવ્યાં હેવાને ખાસ દાખલ નથી. જો કે આ નિયમમાં ઔરંગઝેબે અપવાદ કરેલે. તેણે હિંદુઓનાં મંદિર તેડાવી નાખ્યાં અને ત્યાં મજીદે બનાવી. મુગલ રાજ્યનીતિ - 1. મારા પૂર્વજો દેસાઈઓ હતા. તેઓને પ્રત્યેક ઊપજમાં ભાગ મળતું. તેના ચેપડાએમાં આવી અનેક બાબતેને ઉલ્લેખ છે, જેની વિગત માટે જુઓ મારું પુસ્તક “પિતૃતપણ”. 2. ઔરંગઝેબ ગાદીએ આવ્યા પછી તેનું બીજું ફરમાન ૨૦-૧૧-૧૬૬પ ની તારીખનું, અમદાવાદ અને પરગણુનાં મંદિરે જેને તેણે સૂબા પદેથી નાશ કર્યો હતો ત્યાં ફરી મૂર્તિપૂજા
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy