SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ મુગલ સામાન્ય 350 ખાન બાબીની અરજ ઉપરથી અગતરાય તથા મવાણુની લડાઈમાં રણછોડજીએ રાયજાદાને હરાવ્યું અને તેની પાસેથી ભારે દંડ લીધે. કરેલા ખર્ચને પહોંચી વળવા દાજીએ એક લાખ જામશાહી કેરીમાં ઈ. સ. ૧૭૮૮માં કેશેદને કિલ્લો દીવાન દુલભજીને વેચી નાખે. આમ જૂનાગઢના રજપૂત રાજાને અંતિમ અવશેષ દીવા નજીના હાથે સદાને માટે નામશેષ થઈ ગયે. ચોરવાડનું યુદ્ધ: ઇ. સ. 1788: શેરવાડના રાયજાદા સંઘજી ગુજરી જતાં તેનાં સૈન્યને પગાર ચૂકવવા તેના વારસે મકાજી વગેરે પાસે પૈસા ન હતા. તેથી તેમના સગા રિબંદરના રાણા સરતાનજીને ચારવાડ વેચી નાખ્યું. સરતાનજીએ ચેરવાડ લઈ, વેરાવળ ઉપર હલ્લો કરી તે પણ જીતી લીધું. આ સમાચાર જૂનાગઢ પહોંચતાં દીવાન રૂગનાથજી દમદમ કૂચ કરી ચેરવાડ પહોંચ્યા. સુત્રાપાડાથી દીવાન રણછોડજી વેરાવળ આવી પહોંચ્યા, અને ભયંકર રણસંગ્રામ થયે. સમુદ્રમાર્ગે રિબંદરથી આવતે પુરવઠે બંધ થયે. ગુંડલથી કુંભાજી પિતાના સૈન્ય સાથે દીવાનજીની મદદે આવ્યા, ચારવાડ પડયું અને કુંભાજીની મધ્યસ્થી થતાં કાજીને ધારાજીથી જવા દીધા. આમ, રાયજાદા વંશના બીજા બળવાન સરદારને પણ કરુણ અંત આવ્યું. વેરાવળને ઘરે : દીવાનજીએ ત્યાંથી વેરાવળ ઉપર હલ્લે કર્યો. વેરાવળને કિલ્લે દિલેરખાન નામના સરદારે પોરબંદરને સેંપી દીધા હતા. રાણાએ પણ સામને મજબૂત થશે તે જાણું પૂરતી તૈયારી કરી રાખી હતી. રાણા સરતાનજીના ભાઈ દાઉજી અને આતાજીની સરદારી નીચે આરબ, સિંધીઓ, પટણીએ નવાબનાં સૈન્યને સામને કરવા તૈયાર થયા હતા. દીવાનજીએ ત્રણ તરફ ઘેરે ઘા ચેથી તરફ સમુદ્ર હતું. તેમાં વહાણે ઉપર તેપે ચડાવી, એકસાથે ચારે તરફથી તમારે શરૂ કર્યો પણ વેરાવળ પડે તેમ જણાયું નહિ. - તેથી અલીઆતાજી અને હાંસુજી પટણીઓને દીવાને ફેડયા. તેઓએ રાતમાં પશ્ચિમ દરવાજો ઉઘાડી નાખે, દીવાન ભાઈઓ આગળ થયા અને આરબ તથા સિંધીઓએ, પ્રભાશંકર વસાવડા તથા - શામળજી માંકડની સરદારી નીચે રાતના દાખલ થઈ કતલ ચલાવી, તોપમારે પણ શરૂ કર્યો. દાઉજી મરાયા અને વીરતાભર્યો સામને કર્યો હોવા છતાં રાણાનું સિન્ય 1. આ યુદ્ધનું દીવાન રણછોડજી “તારીખે સોરઠમાં ઘણું રસિક વર્ણન કરે છે. 2. આ યુદ્ધમાં પ્રભાસપાટણના દેસાઈ ભાઈ છબીલદાસ કે જે દીવાન અમરજીના બનેવી થતા હતા, તે તટસ્થ હતા. તેણે રૂગનાથજીને, નવાબે આટલા આટલા દગા કર્યા હતા તે માટે, આ કૃત્ય ન કરવા સમજાવેલા;-પણુ દીવાનજી સ્વામિભક્તિના જસમાં તેની સલાહ માન્યા નહિ; તેમ છતાં દેસાઈએ જૂનાગઢ વિરુદ્ધ પોરબંદરને સહાય ન કરવા પણ તેમણે વચન આપ્યું હતું.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy