SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ મુગલ સામ્રાજય કેટડાહાકાર જસાજી તથા સાયેલાઠાકોર શેશમલજી વચ્ચે ઈ. સ. ૧૭૫૫માં ભયંકર યુદ્ધ થયું તેમાં સરતાનજી તથા ઠાકોર જેસાજી રણભૂમિમાં પડયા. શેશમલજીના સામાંના કાઠીઓની મેટી ખુવારી થઈ યુદ્ધમાં કેણ જીત્યું કે કેણ હાર્યું તે નક્કી થઈ શકે તેમ ન હતું. જેસાજીના અનુગામી ઠાકર દેવાજી પણ તે જ વર્ષમાં હેપીછ નામના બાળક કુંવરને મૂકી ગુજરી ગયા. ઠાકરની બાલ્યાવસ્થાને લાભ લઈ મકીઓ જેર કરશે એવી ભીતિથી તેમના પિતરાઈ રાજપરના ઠાકોર તેગાજી તથા ભાડવાના ઠાકર ખેંગારજી ઉર્ફ ખેંગુભાએ જૂનાગઢ, રાજકેટ તથા ડલનાં સૈન્યની સહાય મેળવી કાઠીઓનાં ગામો બામણબેર, ચોટીલા, આણંદપુર, દડવા, 1. કોટડા સાંગાણીના મુસ્લિમ થાણુને ઉઠાડી મૂકી વેજા જોગીદાસ ખુમાણ નામના કાઠી સરદારે કોટડા ઇ. સ. 1745 લગભગ લઈ લીધું અને ત્યાં પિતાનું થાણું સ્થાપ્યું, એટલું જ નહિ પણ ત્યાંથી તેણે ગાંડલ, સરધાર, રાજકોટ વગેરે પ્રદેશમાં લૂંટફાટ આરંભી. તેઓને ત્રા હાડ આડારતો થઈ પડયો: તેથી અરડાઈને તેજમલજીના ત્રણ કંવર જસાજી, સરતાનજી, તથા દેવાજીએ ચડાઈ કરી કાઠીઓને હરાવી કાઢી મૂકયા અને કેટડાને તાલુપ્ર સ્વાધીન કર્યો. આ ભાઈઓ બહાદુર હતા. તેઓની બહાદુરી અને વીરતાની વાતે અદ્યાપિ વાતકારોમાં પ્રચલિત છે. તેમાં સરતાનજી ઉફે સતમ વીરતા માટે વિશેષ વિખ્યાત હતા. તેના માટે કહેવાય છે કે : સતમલિ ફેજાં સજે અંબર રજ અડિયા, એ દૂજે આભ પર, ખાચર ખળમળિયાં. પીળી એટે પામરી, ઢળકતી ધારે ઢાલ, સાત હઝારે સાંચરે, સાંગાણું સતમાલ. કાઠિયાણું કે કાઠીએ મ–જાજે હાલાર ! ભાદરકાંઠે ભેરીંગ વસે, સાંગાણું સતમાલ. ગોંડલ તથા કોટડાની હદને વધિ ચાલતું. તેથી સમાધાનથી તે નક્કી કરવા બન્ને વચ્ચે સમજણું થઈ; ગોંડલ તરફથી હાલેછ ઠાર વતી કંવર કુંભાજી તથા કોટડા તરફથી જસાજી આવ્યા. કુંભાજી નાની વયના હતા. તેથી તેનામામા-ધ્રાંગધ્રાથી જુદાપડી સાયેલા રાજ્ય સ્થાપનાર સેસમલજી ઉફે સેસાજી સાથે ગયા. સીમાડે બતાવવા સીમાડીયા ગામના એક પટેલને સાથે લીધા. જેસાજીએ ભાલું પટેલ તરફ રાખી તેને સીમાડો બતાવવા કહ્યું. તેથી શેશમલાજીએ વાલિ લીધે. જયાજી ઉજેરાઈ ગયા અને કહ્યું કે, “સિંહોની તકરારમાં ચણાને શું ખબર પડે?” કુંભાજીનું કામ બગડે તેમ માની શેશમલજી તે વખતે બોલ્યા નહિ; પણ સાયલા જઈ કાઠીએાને બોલાવી ઉશ્કેર્યા કે “કાઠીઓને મુલક કોટડાએ પચાવી પાડે છે. તમે હિમ્મત કરે તે હું અપાવી દઉં કાઠીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા અને ગાંડલે કોટડાને મદદ ન આપવા વચન આપ્યું. તેથી શેશમલજી સાત હજારની ફોજ લઇ કોટડા ઉપર ચડયા. તેણે જસાજીને કહેવરાવ્યું કે “સસલાનું પાણી જેવું હોય તે સિંહ બહાર આવે.” જસાજી તેના ભાઈએ સરતાનજી તથા દેવાજી સાથે રાજપીપળા ગામે સામા આવ્યા અને યુદ્ધ થયું.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy