SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ યઝદામન (દામાવાઝદા દામાજાદાશ્રી) પહેલે: રૂદ્રદામનના મૃત્યુ પછી ઈ. સ. 158 એટલે શક 80 લગભગ તેને જયેષ્ઠ પુત્ર દામાઘાઝદા ઉર્ફ દામજાદાશ્રી ઉર્ફે યગદામન ગાદી ઉપર આવ્યું તેનું નામ સ્પષ્ટ દર્શાવે છે કે તે ઈરાની નામ હતું પરંતુ તેણે તેના પિતાને જ્ઞાનવિજ્ઞાનનો વારસો જાળવ્યું હતું. તેના શિલાલેખ પણ શુદ્ધ સંસ્કૃતમાં છે, અને તેની સાબિતીમાં માત્ર તેના સમયના સિક્કાઓ જ છે! યઝદામનને તેના પ્રતાપી પિતાએ પ્રાપ્ત કરેલ મહારાજ્ય સાચવવા માટે તથા તેના સ્વામી રહેવા માટે પરાયાં રાજ્ય તરફથી નહિ પણ પોતાના જ ભાઈ તરફથી ભય હતે. યકામને તેમ છતાં તેની જિંદગી દરમિયાન તેના પુત્રોને દબાવી શક હોવાનું જણાય છે. યઝદામનનું નામ શુદ્ધ ઈરાની હતું. તેના પિતાનું અધું નામ આર્ય અને અર્ધ ઈરાની હતું (રૂદ્ર અને દામન). તેથી એક વિદ્વાન કલ્પના કરે છે કે તેની મા ઈરાની હશે. રૂદ્રસિંહ 1 લે : તેનું મૃત્યુ થયા પછી તેની ગાદી તેના જેષ્ઠ પુત્ર જીવદામનને મળવી જોઈએ તે ન્યાયે તે સિંહાસન પર આરૂઢ થયે પરંતુ તેના કાકા રૂદ્રસિંહે તેને કાઢી મૂકી રાજ્યધુરા હસ્તગત કરી. ગુંદા (જામનગર)ના શિલાલેખમાં રૂદ્રસિંહ તથા જીવદામન અને તેના પિતા ચસ્ટનનાં નામ છે પણ યઝદામનનું નથી. તેનું કારણ એ ગણાય કે રૂદ્ધસિંહ વિજયી થતાં તેણે યઝદાનનું નામ તેમાં લખ્યું નહિ. આ શિલાલેખમાં તેના રાજયમાં શક સંવત્ ૧૦૩ના વૈશાખ શુકલપંચમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં સેનાપતિ વાહકના પુત્ર રૂદ્ધભટ્ટીએ કેના કલ્યાણાર્થે રાસ-પાદર ગામમાં વાવ ખોદાવ્યાને ઉલ્લેખ છે. રૂદ્ધસિંહ ઇસ્વી સન ૧૮૧–શક સંવત્ ૧૦૩માં હયાત હતો તે સાલ ઈ. સ. 181 થઈ. તેના મૃત્યુના વર્ષને નિર્ણય થયું નથી. * રૂદ્ધસિંહના જીવન કાળમાં મઝદેદામને પુત્ર જીવદામન ગાદીએ આવ્યું હતું. તેના સિક્કાઓ ઉપરથી એમ જણાય છે કે જીવદામન ઈ. સ. ૧૭૮થી 181 સુધી 1. વઝાદ–એ જરથોસ્તીઓનું પ્રિય નામ છે. મુસ્લિમો આવ્યા પહેલાનું ઇરાનનું નામ યઝાદ હતું અને યઝદામન એટલે “વઝાદને રક્ષક એવો અર્થ કરી શકાય, 2. સત્યશ. 3. ઉપસન. 4. ભાવસ્મર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃતમાં નક્ષત્ર શ્રવણું લખ્યું છે ત્યારે E. I. વિલ્યુમ 16 પૃ. 265 ઉપર લેખ છાણે છે તેમાં રોહિણી નક્ષત્ર લખ્યું છે. 2. ભાવનગર ઇજદીપશન પાકૃત અને સંસ્કૃત E, I. વ. 16.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy