SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાને 291 છીનવી લેવાયેલી સેરઠની સતત પુનઃ પ્રાપ્ત કરવા રાયઝાદા ખેંગારે અંતિમ પણ નિષ્ફળ પ્રયત્ન કર્યો. અમીનખાન ઉપર જામ સતાજીએ કેડીનારના વિજય પછી ઘા કર્યો હત અને તેણે મુઝફફરને સહાય ન આપતાં ખેંગારને પક્ષ લીધે હેત તે જરૂર ખેંગારનાં સ્વપનો સિદ્ધ થઈ શકત; પણ તેના ભાગ્યમાં તે હતું નહિ. મુઝફફરના કારણમાં તેનું કારણ વિલીન થઈ ગયું. મીરઝાં અઝીઝે તેની જાગીર રહેવા દીધી, પણ તેને જૂનાગઢમાં ન વસતાં તેની જાગીરમાં રહેવા હુકમ આપે અને સૌરાષ્ટ્રમાં ચુડાસમા વંશના સ્વાધીનતા પ્રાપ્ત કરવાના અંતિમ પ્રયત્ન કરુણતામાં પરિણમ્યા. ઘોરી: તે સાથે તાતારખાનના સમયથી સેરઠ પર હકૂમત ચલાવતા ઘેરીએને પણ અંત આવે. દેલતખાન મરી ગયું અને મુગલાઈની સરકારમાં સોરઠ એક સરકાર બની ખાલસા પ્રદેશમાં ભળી ગયું. આમ સૌરાષ્ટ્રના ઈતિહાસના મુસ્લિમ યુગને પૂર્વ ભાગ પૂરે છે અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર મુગલ રાજ્યસત્તાને પ્રચંડ સૂર્ય પ્રકા. 1. રાહ માંડલિકના મૃત્યુ પછી તેમને વંશ નીચે મુજબ ચાલ્યો. રાહ માંડલિક ભૂપતસિંહ (મેલીંગદેવ) ઈ. સ. 1473-1505 ખેંગાર ૪થે ઇ. સ. 1505-1525 ધણ પગે ઇસ. 152-1551 શ્રીસિંહ ઈ. સ. 1551-1586 ખેંગાર છો ઈ. સ. 1586-1608 (બગસરા વીસીમાં રહેવા ગયા.) સીમળાના કહાન નામના કવિના લખેલા એક કાવ્યમાં રાહ માંડલિક તથા તેના અનુગામીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે કાવ્યમાં ખેંગારના પ્રયતનો ઉલ્લેખ તથા નિષ્ફળતાનું કારણ દર્શાવ્યું છે. પેડે મેં પ્રાણુ ગયા, મંડલિક મહારાજજુકે, ભૂપત ભૂપાલ માટે, દાસ કહલા હૈ. તાકે કુમાર પગ બહાદર ખેંગાર ભયે, રાણ જાયે, રાહઝાદે બનાયે હૈ. નવઘણકુમારમેં અવગણ કે પાર નહિ, . શ્રીસિંહ ભક્તિ મેં જોબન જલાયે હૈ. . . .
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy