SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ દીવનું યુદ્ધ : ગુજરાત અને હિંદના ઈતિહાસમાં પ્રથમ વખત તે પછીનું ભયંકર યુદ્ધ થયું. નવેમ્બરની ૧૧મી તારીખે પિોર્ટુગીઝ લેકે કેથલિક હાઈ સેંટ માટીન એફ ટુર્સને દિવસ પાળે છે. ત્યારે 600 પેર્ટુગીઝ 20,000 મુસ્લિમ સામે દરવાજા ખેલી લડયા. તેમાં રૂમખાન 3,000 માણસો સાથે માર્યો ગયે અને ઝુંઝારખાન 600 મુસ્લિમ સાથે કેદ પકડાદીવ લૂંટાયું. સુલતાનની છાવણી પણ બચી નહિ અને બચેલા માણસે નાસી છૂટયા. પિોર્ટુગીઝ સંખ્યાબળમાં ઓછા હતા, છતાં તેમણે મુસ્લિમેને જબ્બર હાર આપી. ડી કાસ્ટ વિન્માદમાં આવી ગયું. તેણે આ વિજયથી સંતોષ ન પામતાં તેના સૈન્યને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બંદરો લૂંટવા મોકલ્યાં. અને લીમાએ ઘોઘા, ગાંધાર વગેરે બંદરે લુંટટ્યાં, ગાયે મારી, મંદિરો ભ્રષ્ટ કર્યા અને ન કલ્પી શકાય તેવાં ક્રૂર કામ કર્યા. ગવર્નરે ગવામાં ફાળે એકત્ર કરી દીવને કિલ્લો સમરાવ્યું. જ્યારે કિલ્લાનું કામ પૂરું થવા આવ્યું ત્યારે તે ગવા ગયો. ત્યાં ઈ. સ. ૧૫૪૭ની એપ્રીલની ૧લ્મી તારીખે તેનું જાહેર સન્માન થયું. પિોર્ટુગલના રાજા જહોન 3 જાએ, રાણી કેથેરીનાએ અને પિપે પણ તેની પ્રશંસા કરી. સુલતાનને જ્યારે આ પરાજ્યના સમાચાર મળ્યા ત્યારે તેણે નિરુત્સાહી થવાને બદલે જહાંગીરખાનને સેંકડે તેપ તૈયાર કરવા આજ્ઞા આપી અને આ પરાજ્યને બદલે લેવા તૈયારી કરી. સુલતાન પુનઃ પ્રવૃત્તિ કરે છે તે વાત જ્યારે ગવર્નર કાસ્ટ્રોએ સાંભળી ત્યારે તે ગેવાથી મેટ કાફ લઈ ઈ. સ. ૧૫૪૭ના નવેમ્બરમાં દીવ આવ્યે; પણ હુમલાને ભય તેને જણાયે નહિ. પ્રભાસની લૂંટ : ઈ. સ. 1547 : દીવમાં હાજર રહેવાની જરૂર ન જણાતાં કાસ્ટ્રોએ કાંઈ. પરાક્રમ કરવાની ઈચ્છાથી કે સુલતાનની પ્રજા ઉપર ધાક બેસાડવાની ધારણાથી પ્રભાસપાટણ લેટયું અને બાયું, અને ત્યાંથી માંગરોળ અને પોરબંદર વગેરે બંદરમાં પડેલાં એકસોએંસી જેટલાં વહાણે બાળી તે પાછે ગયે. પ્રભાસને એક શિલાલેખ કાસ્ટ્ર ઉપાડી ગયેલ, જે હાલ પિટુંગાલના સટ્રા ગામમાં છે. 1. આ ટાટમાં પોર્ટુગીઝોએ મંદિરે સાથે મજીદે પણ ભ્રષ્ટ કરી, ખંડિત કરી કે તેડી પાડી. મુસ્લિમો ઉપર પણ તેઓએ ત્રાસ વર્તાવ્યો. 2. આ ફિર શન્સ ઈ. સ. ૧૫૪૮ના જુનની છઠ્ઠી તારીખે ગાવામાં ગરીબીમાં ગુજરી ગયે. 1 . આ સટ્ટા પ્રશસ્તિનું વિવરણ આગળ આવી ગયું છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy