SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સંધિના પ્રયાસ : સીમાઓ ફરેરાના પ્રયાસથી ઈ. સ. ૧૫૩૩ના એક બરમાં નુને તથા સુલતાનની મુલાકાત ગોઠવવામાં આવી. નને 2000 પિગને લઈને દીવ આવ્યા પણ સુલતાન બહાનાં કાઢી દીવમાં હતો છતાં તેને મળે નહિ અને અને પાછા ગયે. પોર્ટુગીઝ સાથે સંધિ : હમાયુએ તે દરમ્યાન ગુજરાતની રાજ્યસત્તા પર આક્રમણ કરવાને આરંભ કરી દીધું હતું. તેથી એક તરફથી હુમાયુ અને બીજી તરફથી પોર્ટુગીઝના દબાણને વશ થઈ બહાદુરશાહે ઈ. સ. ૧૫૩૪ના ડિસેમ્બરમાં પિોર્ટુગીઝ સાથે શરમભરેલી સંધિ કરી અને તે અનુસાર તેમને વસઈને પ્રદેશ બીજા કેટલાક અધિકારો સાથે મળે. બહાદુરશાહ દીવમાં : ત્યાં તે હુમાયુ ગુજરાત ઉપર ચડી આવ્યું અને મહમુદ બેગડાને વારસ બહાદુરશાહ તેનાં વિજયી સૈન્ય સામે યુદ્ધ ન આપતાં નાસવા લાગ્યું. ચાંપાનેર તજી તે ખંભાત આવ્યા અને ત્યાંથી વહાણમાં બેસી દીવ ગયે અને જતાં જતાં પિતાને કાફલે સળગાવતે ગયે. બહાદુરશાહનું કુટુંબ મદીનાના માર્ગ : દીવમાંથી તેણે પિતાના કુટુંબને 300 લેખંડની પ્રજાને ભરેલી પેટીઓ સાથે સમુદ્રમાર્ગે મદીના તરફ રવાના કર્યું. આ ખજાનામાં જૂનાગઢ, પાવાગઢ અને માળવાનાં રાજ્યકુલેના જરજવાહરને સમાવેશ થતે હતે. મદીનાના માર્ગમાં કન્ટેન્ટીને પલના હાકેમ સુલેમાને આ વહાણેને આંતરી લૂંટી લીધાં અને સુલતાનના જનાનાની સ્ત્રીઓને ખલીફાના જનાનખાનામાં મોકલી દીધી. . દીવમાંથી તેણે રૂમખાન પાસે મહમુદ લારી મુહતરમખાનને મોકલી, ફિટકાર દેવરાવી કહેવરાવ્યું કે આજે મારે કંઈ પણ ઉપકાર માનતે હો તે દીવ ઉપરની હુમાયુની ચડાઈ બંધ કરાવી દે.” પિટગીએ લીધેલ લાભ : આ પ્રમાણે હુમાયુ જ્યારે ગુજરાત પર પિતાનું વર્ચસ્વ જમાવી બેઠે હતે, રૂમીખાન અને ખુદાવંદખાન જેવા ગુજરાતના રાજ્યસ્થંભે કમનસીબ બહાદુરશાહને તજી ઊગતા સૂર્ય હુમાયુને પૂજવા માંડયા હતા ત્યારે બહાદુરે દીવમાંથી પોતાની રાજશેતરંજ રમવી શરૂ કરી. 1. આ દ્રવ્યના ઉદાર હાથે કરેલા ઉપગથી સુલેમાને પ્રજા પાસેથી “મહાન સુલેમાન”નું બિરુદ મેળવ્યું.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy