SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ આ વંશને કનિષ્ક સાથે સંબંધ હતું અને મથુરાના દેવકુલ મંદિરની એક મૂર્તિ નીચે “સાસ્તન’ શબ્દ શ્રી વિનયતેષ ભટ્ટાચાર્યો વાંચે અને તેને ચસ્ટન હઠરાવી દીધું. તે સાથે ઘણા વિદ્વાને સમત થયા પરંતુ તે શબ્દ પણ કઈ રીતે | ચસ્ટન માટે નથી. કનિષ્ક તુષાર જાતિને હતું અને થાન શક હતે. આ ચસ્ટન કુશાન વંશના રાજા કાડફીઝીઝ બીજા (Kadphises II) નીચે ક્ષત્રપ હતો તેના પિતાનું નામ સ્યામેતીકા હતું અને તેણે પતન પામેલા નાહપાનના સામ્રાજ્યને આંધ્રો પાસેથી પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યા પણ તે કેટલા પ્રદેશમાં પિતાને અધિકાર સ્થાપી શકે તે જાણી શકાતું નથી, પણ માળવાથી મહારાષ્ટ્રમાં જતાં પહેલાં તેણે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર પોતાની સત્તા જમાવી તે જાણી શકાય છે. જ્યદામન : ચસ્ટનને પુત્ર જયદામન થયે તેના રાજ્ય અમલની કાંઈ હકીકત પ્રાપ્ત થતી નથી પણ તેણે ચસ્ટનનું આરંભેલું કાર્ય ચાલુ રાખ્યું. બળવાન સાતવાહને પાસેથી ક્ષત્રપનું જિતાયેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવામાં જ તેણે પિતાનું જીવન વ્યતીત કર્યું. ઈ. સ. ૧૨૪માં નાહપાનના વંશજોને ઉશ્કેદ થયે અને ઈ. સ. 142 લગભગ જયદામનને પુત્ર રૂદ્રદમન પહેલા ગાદીપતિ થયે. એટલે 15 વર્ષના ગાળમાં ચસ્ટન તથા જયદામન બને યુદ્ધોમાં પ્રવૃત્ત રહ્યા અને આંધોની સત્તા સામે ઝઝૂમ્યા તેમ જણાય છે. ચસ્ટનના પૌત્ર રૂદ્રદામનના સમયને એક શિલાલેખ કછ આધાઉમાંથી મળે છે તેમાં લખ્યું છે કે: રા ચાટનચડસામેતિક-પુત્ર સ રા રૂદ્રદાસ જયદામ–પુત્ર સ વર્ષે પર,– - 1. આ મતની તરફેણમાં શ્રી ઓઝા, હરપ્રસાદ શાસ્ત્રી, પુનર અને જયસ્વાલ જેવા 'વિદ્વાને છે તે પણ શ્રી સત્યશને વિરોધ વાસ્તવિક જણાય છે. 2. વર્તમાન જસદણ ગામનું નામ ચટન ઉપરથી પડયું હોવાને એક મત છે. 3. વિન્સેન્ટ સ્મીય-Early History of India. 4. જસદણના લેખને ડા. ભાઉદાજીએ રજૂ કર્યો છે. તેમાં ચસ્ટનના પિતાનું નામ કસ્સામોતીકા છે તેમ બતાવે છે. વિશેષ માટે પરિશિષ્ટ-૩ જેવું. આંબો (કરછ)ના લેખમાં પણ “સ્યામોતીકા” નામ છે. 5. જાનાગઢ બાવા યારાની ગુફાને શિલાલેખ તથા રૂદ્ધસિંહને લેખ.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy