SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાને 283 મહમુદ પાછો ગુજરાતમાં: ઈ. સ. ૧૪૭૩ના અંતમાં લગભગ પાંચ વર્ષની ગેરહાજરી પછી અમદાવાદમાં સુલતાને પ્રવેશ કર્યો. માર્ગમાં સરખેજમાં તે ત્રણ દિવસ રોકાયે. ત્યાં રોકાઈ જેઓ યુદ્ધમાં ખપી ગયા હતા તેઓનાં કુટુંબને મળવામાં તેણે દિવસે વીતાવ્યા. તે સમયે નિઝામુદ્દીન નામના એક કાજી મળવા આવ્યા અને સુલતાનને સૌરાષ્ટ્રના જય માટે તેમણે અભિનંદન આપ્યાં અને ખબર પૂછી ત્યારે શેકગ્રસ્ત ચહેરે સુલતાને જવાબ આપે કે, “એ કાછ, મને તો ઠીક છે. પણ છેલ્લાં પાંચ વર્ષમાં મારી સાથે યુદ્ધમાં જેમના પુત્ર અને ભાઈઓ શહીદ થયા છે તેની વાત કરે. જે આ પાંચ વર્ષ દરમ્યાન હું ઘેર રહ્યો હતો તે આ વિજય માટે ખપી ગયા છે તેને ઘેર કેટલાયે છોકરાં જન્મ્યાં હેત !" જૂનાગઢમાં મહમુદ : મહમુદે જૂનાગઢ ફરતે ઉપરકેટ અને શહેરને શમાવી દેતો કિલ્લો બાંધ્યો તથા ગિરનારનાં જૈન તથા હિંદુ મંદિરે તેડી તેના પથ્થરમાંથી ઉપરકોટમાં મજીદ બાંધી. 3 કુવાના ઝાલાઓ : શાહજાદે ખલીલખાન જૂનાગઢમાં થાણદાર હતા ત્યારે તેણે એક આપસર્જી પીડા વહોરી લીધી. વાઘજી ઝાલ: ઝાલાવાડની ગાદીએ વાઘજી નામને રાજા હતા. તે રાહ તે ગિરાસ પ્રાપ્ત કરી જેસાએ જેસર અને વેજાએ વેજલકુ વસાવ્યું. ગિરાસની વહેંચણીમાં હાથસણ જેસાને ભાગે ગયું. એક વખત વેજાને દીકરા સાંગા કાકાને ઘેર જમવા ગયે હતો. ત્યાંથી પાછા વળતાં તળાવકાંઠે એકાએક તે મરી ગયો. તેથી વેજાને પિતાના પુત્રને ઝેર દીધાને વહેમ જતાં, જેસાને દીકરે રણમલ પિતાને ત્યાં આવ્યો ત્યારે તેને મારી નાખે, અને પિતે ગીરમાં ભાગી ગયો. જેસો પાછળ ચડે. ત્યાં બન્ને વચ્ચે યુદ્ધ થયું અને વેજોજી મરાય, બ્રાહત્યાથી ગભરાઈ જેસાએ પણ છાતીમાં કટાર મારી આપઘાત કર્યો. જેસાને નાને દીકરો ભાણજી તેના મામા રતનસિંહ પાસે ઢાંક હતો. વેજાજીને દીકરો પણ ના હોઈ ભાગી ગયો પછી મોટો થયે નાગસીયા ઢેઢાની મદદથી તેણે ગામો જીતી લીધાં, જેથી તેમને ભાન માફ કરી. ગીરમાં તુલસીશ્યામ પાસે આવેલ વેજલ કેઠે બાંધ્યો હોવાનું કહેવાય છે. પણ તે વેજલ કેકે વેજલ વાજાએ બંધાવ્યો છે. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમિસેરિયેટ. 2. સદર, પા. 169. 3. કર્નલ ટોડ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા'માં કહે છે, “કેટલાયે પ્રબળ કારણથી માનવું પડે છે કે આ મકાન બીજાં મંદિરના અવશેષોમાંથી બનેલું છે. ખાસ કરીને પવિત્રપર્વતની ઉપરના અધખંડિત મંદિરોના હજી ઊભેલા સ્થંભે અને આ સ્થના કદ અને આકાર : સરખા છે.” પા. 336,
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy