SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 240 સૌરાષ્ટ્રને ઇતિહાસ બાજુને પ્રદેશ જીતી લીધું હતું. હમીરજીએ પિતાના રાજ્યનો વિરતાર છેક ખંભાલિયા સુધી વધાર્યો અને તેની પછે જ્યારે તેને કુમાર ભીમજી ગાદીએ બેઠે ત્યારે તેણે તેની અનુપમ બુદ્ધિ અને અજિત સમશેરના સુમિલનને સુયોગ્ય ઉપયોગ કરી બેટ અને દ્વારકામાં પિતાની આણ વર્તાવી અને રાજ્યની સીમા વધારી. મહમુદની ચડાઇનું કારણ મહમુદે સોમનાથ અને ગિરનારની ભૂમિ ઉપર ઈસ્લામને ઝંડો ફરકાવ્યો હતો અને સારુંયે સૌરાષ્ટ્ર તેના લોખંડી ઉપાનની એડી નીચે આવી ગયું હતું. પણ સમસ્ત ભારતના યાત્રીઓને ગીતો ગાતાં ગાતાં ગોકુલ અને વૃંદાવનના વ્રજવિહારીની યૌવન અને વૃદ્ધાવસ્થાની વિહારભૂમિ શા દ્વારકાની યાત્રાએ ચાલ્યા આવતાં તેણે જોયા હતા અને આસમાન સાથે વાત કરતા જગત દહેરાનાં સુવર્ણશિખર અને લહેરાતી ધજાની વાત સાંભળી હતી. તેણે આ મંદિર અને આ સ્થાનને જગતના પટ પરથી ઉખેડી નાખવા ભીષણ નિશ્ચય કર્યો હતે. પણ માળવા, ઈડર અને જૂનાગઢના વિગ્રહમાંથી તેને સમય મળે ન હતો. તેથી તેને તે કાર્યમાં વિલંબ થયે. વિશેષમાં ભીમજી હજી સ્વતંત્ર હતો. કઈ પણ મુસ્લિમ રાજાએ દ્વારકાને પાદાક્રાંત કર્યું ન હતું. મહમુદે કચછ અને સિંધની સ્વારીમાં દ્વારકાની પ્રશંસા સાંભળી, તેનો નાશ કરવા બીડું ઝડપ્યું. મહમદ સમરકંદીની ફરિયાદ : દરમ્યાન મૌલાના મહમદ સમરકંદી નામને એક વિદ્વાન કે જે દક્ષિણના બહામની સુલતાનોની નોકરીમાં હતા, તે હોરમઝ જવા એક વહાણમાં નીકળે. મહમદ સમરકંદી નામચીન કવિ અને તત્ત્વવેત્તા હતા અને મહમુદે તેની કીર્તિ સાંભળી હતી. તેની ફત્તેહમારી 1 ભેગનેગે તેફાની પવનમાં ઢસડાઈ દ્વારકાને કિનારે લાધી ગઈ અને એબાના વાઘેર ચાંચિયાએાએ તે લૂંટી લીધી. મૌલાનાની સ્ત્રીઓને તેમજ માલમિલકતને પણ તેમણે સ્વાધીન કર્યા. માલાનાને તથા તેના બે બાળક પુત્રોને દરિયાકાંઠે રખડતા મૂકી દીધા. માલાના સમરકંદી ત્યાંથી મુસ્તફાબાદ આવ્યા અને મહમુદના દરબારમાં ફરિયાદ કરી. ચડાઈ: ઈ. સ. ૧૪૭૩ના મે માસની ૧૪મી તારીખે મહમુદનું સૈન્ય “અલ્લાહ અકબર”ના જયનાદ સાથે જૂનાગઢથી નીકળ્યું. આરંભડા અને દ્વારકા પડે તે પહેલાં ભીમજી નાસી બેટમાં ભરાયે. મહમુદે દ્વારકા તૂટયું. તેનાં મુખ્ય મંદિર, મઠ અને ધર્મસ્થાનો તોડી પાડયાં અને તે સિવાય અનેક નાનાં મંદિરે અને મકાનોનો ધ્વંસ કરવામાં આવ્યું અને મૂર્તિઓના ટુકડા કરવામાં આવ્યા. બેટ : આરંભડા કે જે ઓખાની રાજધાની હતી તે “ક્ષણ માત્રમાં 1. મોટી સફર કરનારા ઘણું સઢવાળાં વહાણ. 2. દ્વારકાના રાજા રણછોડરાય, તે માન્યતાએ આરંભડામાં ગાદી હતી.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy