SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ છેનાહપાન (નહપાન) : ભૂમક પછી તેની ગાદીએ નાહવાન આવ્યું. તે તેને પુત્ર હતું કે કેમ તેના માટે કોઈ નિર્ણયાત્મક સાબિતી મળતી નથી. આ રાજા ઘણે જ બળવાન થયું. તેને રાજ્ય વિસ્તાર વર્તમાન રાજસ્થાનથી મહારાષ્ટ્ર પર્યત હતું. કચ્છ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ઘણે ભાગ ઉપર તેનું વર્ચસ્વ હતું. નાહપાને પિતાના સિક્કાઓ ઉપર પિતાના બિરુદ તરીકે “રાજા” અને “મહાક્ષત્રપ શબ્દ વાપર્યા છે. તેના ઉપર તીરકામઠું તથા હૈદ્ધો ઉપસાવેલું છે... નહપાનના સામ્રાજ્યને વિસ્તાર અને શક્તિ વિશાળ હતાં અને એ સમયના રાજાઓમાં તે એક મહાન રાજા હતા. પણું તે સમયે દક્ષિણ ભારતમાં એક બીજી પ્રબળ સત્તાને પ્રાદુર્ભાવ થયે. તે સત્તા આંધ્ર રાજા સાતવાહનોએ દક્ષિણમાં એક મહાસામ્રાજ્ય સ્થાપીને મેળવી અને આનક અને બ્રાહ્મણ ધર્મના પરદેશી શત્રુઓ –શકે, પહલ, ગ્રી વગેરે સામે ધર્મના નામે યુદ્ધ શરૂ કર્યું. યવને, શકે અને અન્ય પરદેશી જાતિઓ બ્રાહ્મણ ધર્મને અનાદર કરતા આર્યોના કુલાચાર, રીતરિવાજે અને વ્યવહારને તિરસ્કાર કરતા તેથી તેઓએ તેમના ઉચ્છદ માટે પડકાર ફેંકયે. પરિણામે નાહપાનના વંશજ સામે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શ્રી સાતકણું કે જેનું બીજું નામ વાલીવયકુર (બી) હતું તેણે યુદ્ધ કર્યું અને નાહપાનના વંશને - ઉચ્છેદ કર્યો. નાહપાનનું બળવાન રાજ્ય નાશ પામ્યું અને સૌરાષ્ટ્ર, ગુજરાત, આંધ કેના હાથમાં (ઈ. સ. ૧૨૪લગભગ) પડયાં. જૈન ગ્રંથ આવશ્યક સૂત્રમાં નાહપાનને 1. ડે. એન કેવના મત પ્રમાણે ચસ્ટનને પિતા યસમેતિકા તે ભૂમક જ, કારણ યમ એટલે પૃથ્વી અને ભૂમક એટલે પણ પૃથ્વી : ડૉ. ડીઓરાસ (1940 ઇતિહાસ પરિષદ પ્રેસીડીંગ્સ)માં તે રવીકારતા નથી. ડૉ. રેપસન, શ્રી રાય ચૌધરી પણ તે મતને મળતા છે. 2. આ સિકકાઓ ચાંદીના છે તથા નાશિક પાસેના જોગલ ટીબી નામક સ્થળેથી 13000 ચાંદીના સિકકાએ બહુ સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા છે. તેને ઉપરનું વિવરણ મુંબઇ શાખાના રોયલ એશિયાટિક સોસાયટીના જનરલ વોલ્યુમ ૨૨માં શ્રી એસ. એમ. એડવડશે આપ્યું છે. 3. ઈરાનના પાથરઅન રાજાઓના સિક્કાઓ ઉપર પણ આ પ્રકારનાં ચિહ્નો હતાં. 4. ગૌતમીપુત્રે નાહપાન સિકકાઓ ઉપર પિતાનું નામ કેતરાવું. 5. વિન્સેન્ટ રમીથ. Early History of India. 6. નાશિક ગુદા H શિલાલેખ નાં. 2 (પુલમાયી વાસીથીપુત) 7. નાહ પ્રજા, પાન=પાલક. આ ઇરાની શબદ છે. વાયુપુરાણમાં તેનું નામ નરવાહ-નરવાહન ' નીરવાહન લખ્યું છે. ડા. જ્યસ્વાલ "The Brahmin Empire: Daily Express: Patna મન ગ્રંથમાં નાહવાન લખ્યું છે તે એક હોવાનું માને છે. અબુલફઝલ આઇને અકબરીમાં તે નામનો ઉલ્લેખ કરે છે. તેમાં જામાતા સિવદત્ત અને તેના પ્રધાન અયામાના લેખમાં (જુન્નર) તેને મહાક્ષત્રપ-સ્વામી કહ્યું છે. સિક્કાઓમાં તો માત્ર રાજન-ક્ષત્રપ કહ્યો છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy