SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય અને મહેતા માને છે, પણ તે મહાક્ષત્રપ હેવાનું વધારે બંધબેસતું છે. મહેતા માટે વિવાદ નથી. પ્રાદેશિક વિભાગ : શ્રીકરણ પ્રાંતનું નામ હશે. પ્રાંતના સમૂહને મંડળ કહેવાતું. પરગણાને પથક, શહેરને નગર, નાના શહેરને પુર અને ગામડાને ગ્રામ અથવા ગ્રામ્બ અથવા પલ્લી કહેતા. દેશના ભાગ રાજ્ય, દેશ, મંડલ, પથક, વિસય અને ગ્રામ એમ પડેલા હતા. ખેડવાણ જમીનને ભૂમિહલ, બિનખેડવાણને ન ભૂમિહલ, નિર્જળા કૂવાને બુટ કહેતા, - જમીનનું ક્ષેત્રફળ: જમીનનું ક્ષેત્રફળ માપવા માટે. વલભીમાં “પાદાવ” વપરાતે, જ્યારે આ યુગમાં હળનું માપ ગયું છે, તેમજ “કુમા” પણ એક માપ હતું. કુબે વીઘા જેવડે હશે ? કારણ કે પેટલાદના ઈ. સ. ૧૩૨૩ના લેખમાં 20 કુબા જમીન આપી છે. એટલે તે પિષણક્ષમ ક્ષેત્ર હશે. હળ આજના સાંતી બરાબર, એટલે 20 એકર જેટલું હશે અને 40 કુબાનો એક હળ થતું હોય તે અર્ધા એકર કે એક વીઘા જેટલે કુબે થતું હશે તેમ અનુમાન થઈ શકે છે. તે ઉપરાંત પાસનું માપ પણ હતું. એક સ્થળે 50 પાસ વાડી માટે તથા 100 પાસ બાત જમીન આપવામાં આવી છે. 1. 1. સં. 1750 (ઇ. સ. ૧૨૯૪)ને આબુનો શિલાલેખ. 2. સં. 1317 (ઈ. સ. ૧૨૬૧)ને વિશળદેવને લેખ. 3. સં. 1196 (ઈ. સ. ૧૧૪૦)ને જયસિંહને લેખ. 4. સં. 1201 (ઈ. સ. ૧૧૫૫)નું કુમારપાળનું દાનપત્ર. 5. સં. 1266 (ઈ. સ. ૧૨૧૦)ને ભીમદેવ રજાને શિલાલેખ. (હી. ઈ. ઓફ ગુ : આચાર્ય) 2. પાસ એટલે કૂવાની જેમ અધથી પણ અર્ધા () વીઘા જેટલું માપ હશે. વાડી સાથે 12 તથા બારેત 25 વીધા જમીન પિષણ માટે પૂરતી માનવામાં આવેલી.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy