SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સૌરાષ્ટ્ર અને ગુજરાતને સાગરકાંઠે જીતી લીધું. અહીં ડેમેટ્રીયસના ભાઈ મનાતા એપલોડટસના આધિપત્ય નીચે બેકિયન-ગ્રીક સ્થિર થયા. તેનું રાજ્ય ગાંધારથી બારીગાઝા એટલે ખંભાતથી ભરૂચ સુધી ફેલાયું હોવાનો ઉલ્લેખ છે. એપલેડેટસનું રાજ્ય ઘણાં વર્ષ ચાલ્યું હશે એમ જણાય છે. તેના સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ બન્ને ભાઈઓના મૃત્યુ પછી મીનાન્ડર સમ્રાટ થયા અને ભારતના પ્રદેશ તેના આધિપત્યમાં આવ્યા. મીનાન્ડર : મીનાન્ડરનું મહારાજ્ય મથુરાથી ભરૂચ સુધી હતું. મીનાન્ડરનું મૃત્યુ ઈ. સ. પૂ. ૧૪૮માં થયું હોવાનું જણાય છે ત્યાં સુધી આ સામ્રાજ્ય ઉપર તેને અધિકાર હતો. મીનાર પછી : મીનાન્ડર પછી તેને પુત્ર સોટર પહેલે આ સામ્રાજ્યનો માલિક થયે. તેણે એપલેડેટસ બીજાને તેને સૂબે નીખે. તેના સિકકાઓ મળી આવેલા છે તે ઉપરથી જણાય છે કે આ બેકિટ્રયન ગ્રીકેનું રાજ્ય આ પ્રદેશમાં ઈ. સ. પૂર્વે 100 સુધી ચાલ્યું હતું. ગુથીડીમસ ગ્રીક ચડાઈ : ગ્રીક વિજેતા મહાન સિંકદરે સ્થાપેલા સામ્રાજ્યને ચંદ્રગુપ્ત મોર્યે જતી લીધું. પરંતુ બેકિયાનું સૈન્ય બળવાન હતું. ત્યાંના સુબા યુથીડીમસે સ્વતંતા જાહેર કરી અને તેના પુત્ર મીટ્રીયસે ભારત ઉપર ચડાઈ કરી ઘણું દેશ જીતી લીધા. તે સમયે મૌર્ય વંશને અસ્તકાળ હતો; Jકેએ આ સમયને લાભ લીધે. વળી તુશાસ્પ જેવા વિદેશી હાકેમે રાખવાની મૌર્ય રાજાઓએ ભૂલ કરી અને તેમને ભારત પર ચડી આવવાની સગવડ કરી આપી. સૌરાષ્ટ્ર દેશ પણ એ રીતે તેમના અધિકાર નીચે આવ્યું. આ રાજાઓમાં મીનાન્ડર અને એપલેટસ પ્રતાપી થયા. તેમણે સૌરાષ્ટ્ર ઉપર પિતાને અધિકાર સ્થાપ્યા હતા. આ રાજાઓના સિક્કાઓ પણ પ્રાપ્ત થયા છે. છે. કર્નલ ટેડને પ્રાપ્ત થયેલા એક સિકકામાં પાંખવાળા દૂતનું ચિત્ર છે. તેના હાથમાં | તાડપત્ર છે. જ્યારે બીજા સિક્કાઓ ઉપર એક તરફ અરબી પદ્ધતિથી ઊંધેથી લખાતી. લિપિ જેવી ગાંધાર લિપિમાં પ્રાકૃતમિશ્રિત સંસ્કૃત લેખ છે. આ ઉપરથી પ્રતીત 1. કનીંગહામ. 2. પુષ્યમિત્રે ઉજજેન જીતી પિતાના અધિકાર નીચે આણેલું. 3. ઇજીપ્તના એરીયન નામના લેખકે પેરિપ્લસ” નામને ઇતિહાસ ગ્રંથ લખે છે. તેમાં ગ્રીક-બેકિયાનું વર્ણન છે. એરીયને લખેલું આ પુસ્તક કોઈ વેપારીનું લખેલું છે. તેમ શ્રી. ગૌરીશંકર ઓઝા માને છે. (ટડનું રાજરથાન)
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy